સુરત: ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ ના સેક્રેટરી શ્રીમતી રચના શાહે આજે સુરતની જાણીતી રિસર્ચ સંસ્થા મંત્રા ની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ભારત સરકારના ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી રૂપરાશી મહાપાત્ર પણ સાથે હતા. શ્રીમતી રચના શાહને મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા એ આવકાર આપ્યો હતો. સેક્રેટરી શ્રી એ મંત્રાની લેબોરેટરી તથા મશીનરીનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને મંત્રાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી તથા મંત્ર ના રિસર્ચ કાર્ય ની પ્રશંસા કરી હતી. આ મુલાકાત દરમિયાન ખાસ કરીને મંત્રાના ટેકનિકલ ટેક્સટાઇલ સેન્ટર ઓફ એક્સલન્સ માં શ્રીમતી શાહે ખાસ રસ લીધો હતો. મંત્રા ની નોન-વન કાપડની મશીનરી અને તેમાં બનતા કાપડ અને તેના ઉપયોગ વિશે સવિસ્તાર માહિતી લીધી હતી. આ ઉપરાંત કોટિંગ અને લેમિનેશન ટેકનોલોજી અને તેમાં બનેલા સેમ્પલ્સ નું અવલોકન કર્યું હતું. મંત્રામાં પ્રસ્થાપિત અત્યાધુનિક પ્લાઝમા ટેકનોલોજી નું મશીન આવેલું છે જેની મંત્રાના સાયન્ટિસ્ટોએ વિગતપૂર્વ ક માહિતી આપી હતી. મંત્રાની ટેકનિકલ ટેક્સટાઇલ લેબોરેટરી અને તેમાં આવેલા ટ્રસ્ટીંગ ઉપકરણો વિશે પણ ખાસ રસ લીધો હતો અને હાલમાં પ્રસ્થાપિત ફ્રેશ માસ્ક અને પીપી કીટ ની ટેસ્ટિંગ લેફ્ટ નો પણ અવલોકન કર્યું હતું. સમગ્ર મુલાકાત દરમ્યાન મંત્રા ના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલાએ તથા ડિરેક્ટર ડો. રાયચુરકરે સમજૂતી આપી હતી. મંત્રાના કોર્ડિનેટર શ્રી મુંજાલ પરીખે મંત્રાની એક્ટિવિટી વિષયક ટૂંકમાં પ્રેઝન્ટેશન કર્યું હતું. શ્રી રજનીકાંત બચકાની વાલા જણાવ્યું હતું કે જુદા જુદા ટીઆરે સંયુક્ત ચર્ચા કરી સંશોધન કાર્ય કરે તે વધુ ઇચ્છનીય રહેશે તેમ જ તેમાં તૈયારી ની મેનેજમેન્ટ પણ ભાગ લે તો વધુ આવકાર્ય રહેશે. અંતે સેક્રેટરી શ્રીમતી રચના શાહે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ મુલાકાત દ્વારા મંત્રાની એક્ટિવિટી તથા તેમાં રહેલી ફેસીલીટી ની ખુબ સરસ જાણકારી મળી છે અને તેઓ પ્રભાવિત થયા છે. તેમણે તેમણે આગળ મંત્રા ટેકનિકલ ટેક્સટાઇલ માં સંશોધન પર ભાર મૂકે તથા એગ્રો ટેક્સટાઇલ્સમાં ખાસ સંશોધન કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ તબ્બકે મંત્રા ના ડિરેક્ટર ર્ડા. રાયચુરકર તથા મંત્રાના કાઉન્સિલ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.