ટીસીએલ દ્વારા ટ્રાવેલ ટ્રેડ ફેર સાથે ટી 10 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન
2જી જાન્યુઆરી એ લે મેરિડીયન હોટેલ ખાતે મેગા ટ્રાવેલ ટ્રેડ રોડ શો અને 3જી અને 4થી જાન્યુઆરીએ ક્રિકેટનો મહા મુકાબલો જોવા મળશે
સુરત. ટ્રાવેલ ક્રિકેટ લીગ ( ટીસીએલ) દ્વારા સતત ચોથા વર્ષે ૨જી , 3જી અને 4 થી જાન્યુઆરીના રોજ ટી 10 ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે ખાસ વાત એ છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ ટ્રાવેલ ટ્રેડ ફેર નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા ટીસીએલના દેવાંગ પંડ્યા અને જીજ્ઞેશ પટેલ એ જણાવ્યું હતું કે ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિવારના સભ્યો માટે રિફ્રેશમેન્ટ ઇવેન્ટ તરીકે દર વર્ષે ટીસીએલ દ્વારા ટી 10 ક્રિકેટ લીગ નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 થી 4 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે ટ્રાવેલ ટ્રેડ ફેર નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાવેલ બિઝનેસ સાથે જોડાયેલા ૭૦ થી વધુ સંસ્થાઓ ભાગ લઇ રહેલ છે તેમજ 450 થી પણ વધુ ટ્રાવેલ એજેન્ટસ વિઝીટ કરી રહ્યા છે. 2 જી જાન્યુઆરીએ લે મેરિડીયન હોટેલ ખાતેથી ભવ્ય રોડ શો સાથે ઇવેન્ટ ની શરૂઆત થશે. ઉદઘાટન પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ ભાઈ વઘાસિયા ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 3જી અને 4થી જાન્યુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. આ ઇવેન્ટને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઇવેન્ટના પાવર્ડ સ્પોન્સર ફોરેવર જર્ની દુબઈ એલએલસી અને યુનિફોર્મ સ્પોન્સર વન અબોવ ડીમેસી છે. ટુર્નામેન્ટ ભેસાણ ખાતેના એન. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થશે. આ ઇવેન્ટ યોજવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાવેલ બિઝનેસ ને વેગ આપવા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે