ભગવાન મહાવીર યુનિવર્સિટીના વિદ્યાર્થીનું ઇનોવેશન: જુગાડ થી બનાવ્યું સ્કૂટર

સુરત. આવિષ્કાર અને સસ્ટનેબિલિટી પ્રત્યે સમર્પણનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી ભગવાન મહાવીર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ટ્રેડિશનલ કમ્બસ્ટન એન્જિન ને સફળતાપૂર્વક એક ઉપયોગી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બદલી નાખ્યું છે. જે ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં એક મોટું પગલું છે.

ભગવાન મહાવીર યુનિવર્સિટીના એન્જીનીયરીંગ અને ટેકનોલોજી વિભાગના પ્રતિભાશાળી વિધાર્થી વૈભવ સિંહે ટ્રાન્સપોર્ટેશનના ટ્રેડિશનલ સાધનોને ફરીથી રી ઇવેન્ટ કરવા માટે એક પડકારજનક મિશન શરૂ કર્યું હતું. ઈનોવેશન માટે અતૂટ લાગણી અને સસ્ટેનેબિલિટીના વિષયમાં ઋચિથી પ્રેરિત થઈને તેને એક કંબસ્ટન એન્જિન વ્હિકલ ને ઇલેક્ટ્રિક સ્કૂટર માં પરિવર્તિત કરવાનો પ્રયોગ હાથ પર લીધો હતો.

ઇનોવેટિવ કન્વેર્જનમાં સ્કૂટર ના હાલની બોડીમાં ઇલેક્ટ્રિક પાર્ટ્સ કોઈ પણ મુશ્કેલી વગર યોગ્ય રીતે બનાવવા માટે યોગ્ય યોજના, ઇનોવેશન અને સખત પરિશ્રમ સામેલ છે. વૈભવે ઇલેક્ટ્રિક સ્કૂટર ના પરફેક્ટ વર્કિંગને સુનિશ્ચિત કરવા માટે એન્જીનીયરીંગ અને અલગ અલગ ટેકનિકને અપનાવવા અને કસ્ટમાઈઝ કરવામાં પોતાની શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આ કન્વર્ટડ ઇલેક્ટ્રિક સ્કૂટર ડેડિકેશન અને નવીનતમ ઇનોવેશનનું પ્રમાણ છે, જે ટ્રેડિશનલ ફ્યુલ પર નિર્ભર વાહનો માટે એક કાયમી વિકલ્પ રજૂ કરે છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ વચ્ચે ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીની સંસ્કૃતિને વેગ આપવા માટે ભગવાન મહાવીર યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

જ્યારે કમેન્ટ્સના વૈભવ સાથે સંપર્ક કરવામાં આવ્યો તો વૈભવે કહ્યું કે ” આ પ્રોજેક્ટ પાછળ પ્રેરણા એક પ્રેક્ટિકલ સમાધાન તૈયાર કરવું એ હતું, જે ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટીનો વિલય કરતું હોય. હું પોઝિટિવ ચેન્જ લાવવા માટે ટેકનોલોજીની શકિતમાં વિશ્વાસ રાખું છું અને આ પ્રોજેક્ટ “ગ્રીનર ફ્યુચર” ની દિશામાં એક પગલાંનું પ્રતનિધિત્વ કરે છે. ”

વૈભવની આ અસાધારણ પહેલ માત્ર વિદ્યાર્થીઓની ટેકનોલોજી સ્કીલ ને જે દર્શાવતું નથી પણ ટેકનિકલ સોલ્યુશન ના માધ્યમથી વાસ્તવિક દુનિયામાં પડકારોનું સમાધાન કરવામાં સક્ષમ વિદ્યાર્થીઓ ને વિકસિત કરવામાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના કમિટમેન્ટ ને પણ દર્શાવે છે.

આ અસાધારણ ઉપલબ્ધિ માત્ર સસ્ટેનેબલ મોબિલિટીના સમાધાનની ક્ષમતાનું ઉધરણ આપે છે એવું નથી પણ દુનિયાભરમાં મહત્વાકાંક્ષી એન્જિનિયર અને નવા ઇન્વેસ્ટર્સ માટે એક પ્રેરણાના રૂપમાં પણ કામ કરે છે.