તેરાપંથ ધર્મસંઘ ના 11 મા આચાર્ય શ્રી મહાશ્રમણ જી ને સુરત ની ધરા ઉપર 1111 થી વધુ વર્ષીતપ ના પારણાં નિમિતે એક જ પરિવાર માંથી 11 વર્ષીતપ તપસ્યા ની ભેટ..
વર્ષીતપ: પ્રથમ તીર્થંકર ઋષભદેવે શરૂ કરેલું વ્રત જૈન ધર્મ માં પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ…જૈન ધર્મ માં વર્ષીતપ ની તપસ્યા નું એક અલગ જ મહત્વ છે.જેમના ઉપર દેવ – ગુરુ ની કૃપા વરસે તે જ આ કઠિન તપ પરિપૂર્ણ કરી શકે છે..13 મહિના થી વધારે આશરે 400 દિવસ નું તપ એટલે વર્ષીતપ.. ફાગણ વદ – 8 ના દિવસ થી આ તપ ની શરૂઆત થાય છે અને વૈશાખ સુદ – 2 સુધી આ તપ ચાલે છે.. વૈશાખ સુદ – 3 , અખાત્રીજ ના દિવસે શેરડી ના રસ થી વર્ષીતપ ના તપસ્વી પારણાં કરે છે. આ તપ માં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બેસણું કરવાનું હોય છે. ઉપવાસ માં સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ઉકાળેલું પાણી પીવાનું અને બીજા દિવસે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી માં 2 વખત બેસી ને જમવાનુ હોય છે.અને ફરી ત્રીજા દિવસે ઉપવાસ કરવાનો હોય છે.. આ સતત 13 મહિના થી વધારે સમય આ રીતે તપ કરવામાં આવે છે.. જૈન ધર્મ માં તેરાપંથ શાશન ના 11 માં આચાર્ય શ્રી મહાશ્રમણ જી એ આ વર્ષ 2023 ના વર્ષીતપ ના પારણાં સુરત ની ધરા ઉપર ફરમાવ્યા છે. એમના વચન ની સાથે જ તેરાપંથ શાશન ના ધર્મ પ્રેમી ભાઈ – બહેનો એ 1111 થી વધારે વર્ષીતપ ની સાધના કરી ને એક અદ્ભૂત ઇતિહાસ રચ્યો છે. જેમાં સૌથી નાની ઉંમર ની 10 વર્ષ ના બાળક અને મોટી ઉંમર માં 92 વર્ષ ના વડીલ સહિત દરેક ઉંમર ના તપસ્વી ઓ એ આ મહાન તપ ના યજ્ઞ માં સહભાગી થયા છે. પતિ – પત્નિ સજોડે તપ ની આરાધના કરનારા પણ ઘણા છે. જેમાં વાવ – ગુજરાત ના એક જ સંઘવી લક્ષ્મીબેન છોટાલાલ પરિવાર માંથી 11 વ્યક્તિ એ તેરાપંથ ધર્મસંઘ ના 11 આચાર્ય અને 11 માં આચાર્ય શ્રી મહાશ્રમણ જી ને વર્ષીતપ ની આરાધના કરી ને આ મહાન તપ ની ભેટ આપી છે.અને આ દરેક 1111 થી વધુ વર્ષીતપ ના તપસ્વી ભાઈ બહેનો વૈશાખ સુદ – 3 , રવિવાર , તારીખ: 23/04/2023 ના રોજ આચાર્ય શ્રી મહાશ્રમણ જી ને ઈક્ષુ રસ થી સુપાત્ર દાન નો લાભ લઈને શેરડી ના રસ થી પારણાં કરી ને જૈન શાશન માં નવો કિર્તિમાન રચશે. તેરાપંથ ધર્મસંઘ ના 11 મા આચાર્ય શ્રી મહાશ્રમણ જી 21-04-2023 થી 05-05-2023 સુધી સુરત ની ધરા ને પાવન કરશે અને ત્યાર પછી મુંબઈ ચાતુર્માસ માટે વિહાર કરશે.