સેવા ફાઉન્ડેશન સંચાલિત સેવા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું 23મી એપ્રિલે લોકાર્પણ

સુરત: સેવા ફાઉન્ડેશન સ્થાપના સમયથી જ વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ આયોજન અને સંચાલન કરી રહ્યું છે. જે અંતર્ગત દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે બીઆરસી સામે સેવા હોસ્પિટલ પણ કાર્યરત છે. સેવા હોસ્પિટલના વિસ્તરણ તરીકે સેવા ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ 23મી એપ્રિલને રવિવારના રોજ સ્વામી કેવલાનંદ સરસ્વતી, શ્રી અરવિંદજી મહારાજ, નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવનાર છે. અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ ટ્રોમા સેન્ટરમાં ત્રણ ઓપરેશન થિયેટર, ICU, NICU, પ્રસૂતિ ગૃહ, સ્ત્રી અને પુરૂષ જનરલ વોર્ડ, સ્પેશિયલ અને સેમી- સ્પેશિયલ રૂમનો સમાવેશ છે. આ ટ્રોમા સેન્ટર સુરત સેવા ફાઉન્ડેશન દ્વારા શહેરના 14 ભામાશાહની મદદથી બનાવવામાં આવ્યું છે. આ સાથે જ વિભિન્ન વિભાગોનું સહકારથી નિર્માણ કરી હોસ્પિટલ તરીકે નક્કર આકાર આપવામાં આવ્યો છે. આ બાંધકામ પૂર્ણ કરવામાં શ્રી ગીરીશજી મિતલ અને આર્કિટેક શ્રી બંકિમ દવેનો વિશેષ સહકાર મળ્યો છે.

ઉદ્ઘાટન કાર્યક્રમની પૂર્વસંધ્યાએ, અખિલ ભારતીય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતના છ નામાંકિત કવિઓ તેમની કાવ્ય શૈલીથી સૌને મંત્રમુગ્ધ કરી દેશે. ઉદઘાટનના દિવસે તમામ ભામાશાહ અને સહયોગીઓનું સન્માન કરવામાં આવશે. હાલમાં સેવા હોસ્પિટલ ખૂબ જ રાહત દરે તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે ત્યારે આ મુજબ જ સેવા ટ્રોમા સેન્ટર પણ સંચાલન કરવામાં આવશે.

આ માનવીય કાર્યને શહેરના લોકો સુધી સુલભ બનાવવા માટે, તમારા પ્રતિષ્ઠિત અખબાર/ ચેનલમાં સમાચાર તરીકે પ્રકાશિત કરી આ સેવા યજ્ઞમાં સહકારની અપેક્ષા છે.