જી. ડી. ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત ખાતે શ્રી મનિન્દરસિંહ બીટ્ટા એ વિદ્યાર્થીઓ ને આપ્યું મોટીવેશનલ સેશન

સુરત: વેસુ સ્થિત જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાન ઓલ ઈન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન જિંદા શહીદ એમ.એસ. બીટ્ટા, ઇન્ડિયન યુથ કોંગ્રેસ ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતની સૌથી મોટી યુથ ઓર્ગેનાઈઝેશન છાત્ર સંસદના રાષ્ટ્રિય જનરલ સેક્રેટરી રથીન ભટ્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સેશન દરમિયાન રાથીન ભટ્ટે સ્કૂલથી સંસદ તક વિષય પર વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જ્યારે જિંદા શહીદ એમ.એસ.બીટ્ટાએ વિદ્યાર્થીઓને આપણા સ્વતંત્ર સેનાનીઓના બલિદાન, વધતા આતંકવાદ અને રાષ્ટ્ર માટેના આતંકવાદી ખતરા વિશે સંબોધન કર્યું હતું અને ઓલ ઈન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના અધ્યક્ષ તરીકે તેમની ભૂમિકા વિદ્યાર્થીઓને જણાવી હતી.