એનએસઈના એમડી અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત

દિવાળી પર્વ નિમિત્તે સમગ્ર એનએસઈ પરિવાર વતી એનએસઈના એમડી અને સીઇઓ શ્રી આશિષકુમાર ચૌહાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતુ કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવાળી વિક્રમ સંવત 2079 આપના તમામ વાચકો અને તેમના પરિવારો માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ લાવે. અમે વસ્તી વિષયક લાભ સાથે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં છીએ. આગળ જતાં, એનએસઇ માત્ર મૂડી બજારોના વિકાસમાં જ નહીં, પરંતુ સંપત્તિ સર્જન, રોજગાર સર્જન અને રોકાણકારોની નાણાકીય સુખાકારી હાંસલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. ફરી એકવાર, હું આપ તમામને સલામત દિવાળીની શુભેચ્છા પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published.