રક્તદાન શિબિર સાથે ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ

રક્તદાન શિબિર સાથે ઉજવ્યો આઝાદી કા અમૃત મહોત્સવ, 300 રક્તદાતા કર્યું રક્તદાન

સુરત: વિભિન્ન કંપનીઓ વ્યવસાય સાથે જ સમાજ પ્રત્યેનું દાયિત્વ પણ નિભાવી રહી છે. ત્યારે કોન્સેપ્ટ મેડિકલ દ્વારા ‘મેગા સ્વૈચ્છિક રક્તદાન શિબિર’ સાથે તેમના સ્થાપક દિવસ અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી.

ગ્રુપના કર્મચારીઓ અને અન્ય શુભેચ્છકોએ કંપનીના ફાઉન્ડર ડેની ઉજવણી માટે લગભગ 300 યુનિટ રક્તનું દાન કર્યું હતું. સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્રના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્સેપ્ટ મેડિકલના સ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય આપણા રાષ્ટ્રની જટિલ વિકાસની ચિંતાઓને પહોંચી વળવા અને તેની સામૂહિક આકાંક્ષાઓમાં યોગદાન આપવા માટે એક સર્વગ્રાહી પદ્ધતિની પહેલ કરીને સર્વસમાવેશક ભારતની સ્થાપના કરવાનો છે.” અમારું મિશન “વંચિત અને નબળા સમુદાયોના લોકોને સશક્ત બનાવવા અને નવીન અને ટકાઉ ઉકેલો દ્વારા પરિવર્તનને ઉત્પ્રેરિત કરવાનું છે.”