અંજાર તાલુકા ના ભીમાસર નજીક આવેલ શ્રી સલાસર કંપની ની લોક સુનાવણી યોજાઈ.

આજરોજ તા;- ૧૮/૧૦/૨૦૨૨ ના ભીમાસર ની સિમ માં મેસર્સ શ્રી સલાસર ડેકોર પ્રા. લી કંપની ની લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં આસપાસ ના ગામના લોકો સુનાવણી વિસે જાણ પણ કરવામાં આવતી નથી , અને ફક્ત ને ફક્ત સરપંચ અને તલાટીઓને જ જાણ થયેલ છે , આસપાસ ના ગામના લોકો વિસે પૂછવા આવ્યું તો કંપની ના જવાબદાર વ્યક્તિ દ્વારા એમ કહેવામાં આવ્યું કે અમારી જવાબદારી નથી , આમ સ્પષ્ટ પણે એમ માની લેવાય કે કંપની અને ગામના આગેવાનો જ સુનાવણી માં આવી શકે ગામ લોકો નહીં તેમજ લોક સુનાવણી માં આસપાસ ના ગામના લોકો ને જાણ ન થતા ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી , જેમાં હાજર સંખ્યામાં કંપની ના કામદારો ને સંખ્યા બતાવવા માટે બેસાડવામાં આવ્યા હતા અને ભીમાસર ના અમુક આગેવાનો ની જ હાજરી જોવા મળી હતી, કંપની ની લોક સુનાવણી બંધ બારણે કરવાના ઈરાદા થી લોક સુનાવણી ના સ્થળ ના બેનરો કોઈ જગ્યા એ લગાવેલ જોયા ન હતા જેથી કરીને લોકો સ્થળ સુધી સરળતા થી લોકો પહોંચી શકે , શિક્ષિત લોકો ને પણ લોક સુનાવણી ના  સ્થળ સુધી જવા માટે કલાક સુધી ફાંફા મારવા પડતા હોય તો અભણ લોકો ક્યાં થી સ્થળ સુધી પહોંચી શકે! લોક સુનાવણી વધારે સંખ્યા ના આવે અને કંપની નો વિરોધ ના થાય તે ઈરાદા થી લોકો ને ગુમરાહ કરવામાં આવ્યા હતા, તેમજ સલાસર ડેકોર કંપની ની લોક સુનાવણી જે સ્થળ સર્વે ન. 705 /પેકી1, પેકી2 , પેકી 3 ઉપર થવાની હતી તેમાં  સર્વે ન. 750/ પેકી 1, પેકી2 , પેકી 3 સાથે નો સર્વે નમ્બર રેવન્યુ રેકડ માં ક્યાં જોવા મળતો નથી,તે બેનર ઉપર જોવા મળ્યું જે રેવન્યુ રેકોડ પ્રમાણે વ્યક્તિ ગત ખેતીલાયક જમીન છે અને ઉદ્યોગ માટે  NA થયેલ જમીન નથી, જેમાં કોઈ ની જમીનનું સર્વે ન. નું ગલત ઉપયોગ કરવો તે પણ રેવન્યુ કાયદા પ્રમાણે ગુનો બને છે,  તેમજ કંપની માં કોનોકાર્પસ વૃક્ષ ના વાવેતર ના કરવા પણ રજુઆત દિનેશ રાણા દ્વારા કરવામાં આવી હતી, એમજ લોકલ રોજગારી ,હવા પ્રદુષણ માં મુદ્દે ખાસ કંપનીને ટકોર કરવામાં આવી હતી,  તેમજ લોક સુનાવણી માં લોકો ની ગેરહાજરી ,લોકોના સાવલો અને તેના જવાબો વિસે અને લોક સુનાવણી માં અનેક જગ્યાએ લોકો દ્વારા gpcb ના અધિકારી પૂર્વકચ્છના રાજેશ પરમાર સાહેબ ઉપર લોકો દ્વારા ભ્રષ્ટાચાર અને કંપનીના મળેલા છે, કંપની પ્રદુષણ ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી, તેવા આક્ષેપો કરવામાં આવે છે તેમ છતાં gpcb ના અધિકારી ચૂપ જોવા મળે છે જાણે ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોય અને કંપની સાથે મળેલા હોય તેવું લોકો ના સવાલો પ્રમાણે લાગી રહ્યું છે,  તેમજ પૂર્વ કચ્છ ની લોક સુનાવણીઓ માં પત્રકાર મિત્રો દ્વાર લોકોના આક્ષેપો અને પ્રશ્નો અને પ્રદુષણ મુદ્દે બાઈટ (ઇન્ટરવ્યૂ) આપવા માટે કહેવા આવે છે તો હાજર તમામ ન્યુઝ રિપોર્ટર ની અવગણના કરવામાં આવી છે તેવું દરેક લોક સુનાવણી માં જોવા મળ્યું છે , જાણે કે લોકો ના પ્રશ્નો ને લોકો સુધી પહોંચાડનાર અને અધિકારીઓ ની મનમાની ને લોકો સમક્ષ બતાવનાર ને પણ સામાન્ય વ્યક્તિ ગણી ને અવગણના કરવામાં આવી રહી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું હતો.