SRKKF દ્વારા 70 યુગલોનો સમૂહ લગ્ન ઉજવાયો
હીરા ઉધ્યોગના જાણીતા બીઝનેસમેન ગોવિંદકાકાએ 70 દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા તથા દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર દીકરીઓના પિતાનું કરવામાં આવેલ સન્માન
ગોવિંદકાકાએ 70 દીકરીઓના એકસાથે લગ્ન કરાવ્યા
ગોવિંદકાકા દ્વારા કરવામાં આવેલ 7માં સમૂહ લગ્નમાં 70 દીકરીઓના લગ્ન કરાવ્યા
7માં પ્યોર વિવાહમાં 70 નવ યુગલે પ્રભુતામાં પગલાં પડ્યા
ગોવિંદકાકા દ્વારા યોજવામાં આવેલ 7માં સમૂહ લગ્નમાં 70 દીકરીઓને 3 લાખથી પણ વધુનું કર્યાવરણ
સુરતઃ ના રોજ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વિશ્વવિખ્યાત કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશને પોતાનો 7મો “પ્યોર વિવાહ” (સમૂહ લગ્ન) ગોપીન ગામ, સુરતમાં ઉજવ્યો હતો. સ્વતંત્ર ભારતના ગૌરવશાળી 75 વર્ષ (આઝાદી કા અમૃત મહોત્સવ)ની યાદમાં આ ઉજવણી હાથ ધરવામાં આવી હતી.
આ સમૂહ લગ્નમાં ગુજરાતના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટિલ સર, માનનીય રાજ્ય રેલ્વે અને ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા, રાજ્યના ફોરેસ્ટ અને કલાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, સુરત મહાનગર પાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા જેવા મહાન નેતાઓ, સુરતના બીઝનેસમેનો તથા ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર કુ. જાનકી બોડીવાળા અને શ્રી હિતેન કુમાર પણ નવ દંપતીને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહ વિવાહની વધારે માહિતી આપતા રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટના શ્રી જયંતિભાઈ નારોલા જણાવે છે કે, “ભારતની આઝાદીના ગૌરવશાળી 75 વર્ષની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે ત્યારે આ ઉજવણીમાં પ્યોર વિવાહ થકી એક ઉમદા સામાજીક કાર્ય કરી અમે પણ તેમાં સહભાગી થવા માંગીયે છીએ.”
આ સમૂહ લગ્નમાં સમગ્ર ધોળકિયા પરિવાર, પાર્ટનર્સ અને શુભેચ્છકો હાજર રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં આશરે 12000 લોકોએ હાજરી આપી હતી. પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં ત્યાં આવેલ દરેક મહેમાનોને પવિત્ર તુલસીના છોડની ભેટ આપવામાં આવી હતી. પ્રભુતામાં પગલાં પડતી દરેક દીકરીઓ માટે 3 લાખ રૂપિયા જેટલી કિંમતનો સામાન કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં દરેક કપલ માટે ખૂબ જ ધામધૂમથી સામૂહિક વરમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી આ આખો માહોલ એવો લાગતો હતો કે દરેક દીકરીઓ પોતાના ઘર આંગણે જ લગ્ન કર્યા હોય. આ સમૂહ વિવાહની નોંધનીય વાત એ હતી કે SRK મેનેજમેન્ટ ટીમને સજોડે કન્યાદાન કરવાનો લહાવો મળ્યો હતો.
SRKKFના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદકાકાએ જણાવ્યુ હતું કે, “આ બધી દીકરીઓ અમારા ફેમિલીની દીકરીઓ જ છે એટ્લે તેમને કોઈ પ્રકારનું ઓછું આ આવે અને સમૂહ લગ્ન કરતાં પણ પોતાના ઘર આંગણે જ લગ્ન થયા યૂ એવો અહેસાસ થાય એ ભાવે જ દીકરીઓનું કન્યાદાન કર્યું છે.”
SRKKFના ફાઉન્ડર અને ચેરમેન ના ગાઈડન્સમાં યોજાતા “પ્યોર વિવાહ” માં અત્યાર સુધી 750 થી પણ વધુ કપલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે.
આ સમૂહ લગ્નમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે પહોંચેલી દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિબેન પટેલ, નાની ઉંમરે વર્લ્ડ બેન્ક દ્વારા જેમને નોકરીની ઓફર થઈ છે તેવી શ્રેયા ઠૂમ્મર, નાસામાં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીની ધ્રુવી જસાણીનો સમાવેશ થયો હતો.