પીપી સવાણી દ્વારા સિદ્ધિ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

GPSC upsc પરિક્ષાઓ પાસ કરીને સરકારી પદ શોભાવતા CET સેન્ટરના ક્લાસ વન, ટુ,થ્રી ના 548 અધિકારીઓનું સન્માન કરાયુ

સુરત :સાહસ, સેવા અને સિદ્ધિ આ ત્રણેય સન્માનના અધિકારી છે. અને સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા સેવાની સુવાસની વ્યાખ્યા જુદી જ છે. પીપી સવાણીની સામાજિક દાયીત્વની યાત્રા માત્ર સેવાથી અટકી નથી જતી. સમાજ માટે જે સારા કામ કરી રહ્યા છે અથવા કરવાના છે એવા સિદ્ધિવિરોને સન્માનીત કરવાના કામને પણ એ સામજિક ઉત્તરદાયિત્વ સમજે છે. અને એ ઉત્તર દાયિત્વ નિભાવવા માટે જ શનિવારે સાંજે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે સિદ્ધિ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરાયુ હતું. પીપી સવાણી ગ્રુપ અને ઇ.એમ.ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કોમ્પિટિટીવ એક્ઝામીનેશન ટ્રેનિંગ સેન્ટર( CET CENTRE) દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં CET સેન્ટરમાં તાલીમ લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી રહેલા ક્લાસ વન, ટુ અને થ્રી અધિકારીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલના રળિયામણા ગ્રાઉન્ડમાં સુંદર બેઠક વ્યવસ્થા વચ્ચે ઢળતી સાંજે ગણેશ વંદના સાથે સમારોહની શરૂઆત થઇ હતી. ત્યારબાદ તરત સમારોહમાં હાજર રહેલા 18 જેટલા મહાનુભાવોનું સ્ટેજ પરથી સ્વાગત સન્માન કરાયુ હતું. અને ત્યાર બાદ CET સેન્ટરમાં વર્ષ 2002 થી 2022 સુધીમાં ક્લાસ 1,2,3 અધિકારીઓનું સ્ટેજ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. પીપી સવાણી ગ્રુપના વલ્લભભાઈ સવાણી, મહેશ સવાણી, કાનજીભાઈ ભાલાળા, ભાવણભાઈ નવાપરા, અરવિંદભાઈ ધડુક, મનહરભાઈ સાસપરા, દિનેશભાઇ નાવડીયા, ડો. એન.એલ. કળથીયા, પરબતભાઇ ડાંગશિયા, રમેશભાઈ વઘાસિયા, હરિભાઈ કથીરિયા, હર્ષદભાઈ રાજગુરુ અને પધારેલા ખાસ મહેમાનો દ્વારા અધિકારીઓનું સન્માન થયુ હતું. સન્માનીત અધિકારીઓમાં મુસ્લિમ અધિકારીઓ પણ હતા. તમામનું નાત જાતના ભેદ વિના ઉમળકાભેર સનમાન કરાયુ હતું. આજના કાર્યક્રમમાં પીપી સવાણી ગ્રુપ સંચાલિત વિવિધ શાળા સંકુલોના વિધાર્થીઓ પણ હાજર રહ્યા હતા. UPSC ane GPSC ની તૈયારી કરી રહેલા વિધાર્થીઓ માટે આજનો કાર્યક્રમ પ્રેરણાનો સ્રોત બની રહ્યો હતો. આ પ્રસંગે પીપી સવાણીના મહેશ સવાણીએ જણાવ્યું હતુ કે પીપી સવાણી અને ઇ.એમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2002 થી સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ કેન્દ્ર શરૂ કરાયું. જેના 20 વર્ષમાં ક્લાસ વન, ટુ અને થ્રી ના 548 અધિકારીઓએ દેશને અર્પણ કરાયા છે. હું એ તમામ અધિકારીઓને વંદન કરૂ છું. અને એમના માતા પિતાને પણ વંદન કરૂ છું કેમ કે એમણે દીકરાઓને નવી દિશા આપી. પીપી સવાણી એમના આ વિધાર્થીઓ માટે ગૌરવ અનુભવે છે. અને આ પરીક્ષા માટે વધુ વિદ્યાર્થીઓ તૈયાર થાય અને સફળતા પ્રાપ્ત કરે એવી અભ્યર્થના.
GPSC પૂર્વ ચેરમેન દિનેશ દાસાએ આ અવસરે જણાવ્યું કે જે બીજાના રસ્તાના કાંટા દૂર કરી શકે એ જ વિદ્યા. પીપી સવાણી શૈક્ષણિક સંકુલમાં જેમણે અભ્યાસ કર્યો છે એ આ પ્રકારનું છે. એમણે gpsc upsc પાસ કરનારા અને જેઓ તૈયારી કરી રહ્યા છે એ તમામને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.
સમારોહના અધ્યક્ષ પવનસિંહે જણાવ્યુ કે તમે જ્યારે અધિકારી બની જાઓ ત્યારે સામાન્ય માણસની સંવેદના ને ધ્યાનથી સાંભળો અને એનુ નિવારણ કરજો. તમે તમારો સંઘર્ષ ક્યારેય નહિ ભૂલતા. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે સમસ્યા લઇને આવે ત્યારે એની જગ્યાએ તમે હો એવી રીતે વિચારીને કામ કરજો .
Spipa ના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી શૈલેષ સાગપરિયાએ હનુમાન ચાલીસાની ચૌપાઈ અને દોહા દ્વારા વિદ્યાર્થીઓને કહ્યુ હતુ કે જ્ઞાન અને ગુણ બંને જરૂરી છે. સામાન્ય નાગરિકમાં પરમાત્માનું સ્વરૂપ જોજો.

વિશેષમાં પી. પી. સવાણી ગ્રુપ – વિપુલ તળાવીયા એ જણાવ્યું હતું કે,

સન્માન અને સ્વાગત માટે ખાસ કોર્નર બનાવાયા

સિદ્ધિ પ્રાપ્ત કરનાર સૌ માટે ખાસ ત્રણ સ્ટેજ કોર્નર બનાવાયા હતા. જ્યાં સાંજે 5.30 વાગ્યાથી વિવિધ સિદ્ધિ પ્રાપ્ત વન, ટૂ , થ્રી અધિકારીઓનું સ્વાગત સાથે સન્માનીત કરવાનું શરૂ કરાયુ હતું. જેની સુંદર ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.
જ્યારે સૌનું સન્માન થઇ રહ્યું હતું ત્યારે બેક ગ્રાઉન્ડમાં રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર પણ જાણે ખુશ થઈ રહી હતી અને સવાણી પરિવારના કામને બિરદાવી રહી હતી.