શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપના સેવાકીય યજ્ઞ..

ટેકો જીવતરનો ‘ શીર્ષક હેઠળ ભવ્ય કાર્યક્રમનું આયોજન, 511 ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટ અને 1100 બહેનોને વિધવા સહાય યોજનાનો લાભ અપાશે

કાર્યક્રમમાં સાધ્વી ઋતુંભરાજી ખાસ ઉપસ્થિત રહેશે

સુરત: આગામી તારીખ 03-07-2022 ને રવિવારના રોજ “ટેકો જીવતરનો” શીર્ષક હેઠળ નિરાધાર અને નિ:સહાય જેમને પરિવારનો ટેકો નથી એવા ગંગાસ્વરૂપ બહેનોને ‘અનાજ કરીયાણાની કીટ’ નું વિતરણ તેમજ સરકાર શ્રી ના સહયોગથી ચાલતી યોજના ‘વિધવા સહાય યોજના’ ના સુગમ સહયોગ નો લાભ પ્રાપ્ત થાય એવા હેતુથી શ્રી “મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ” દ્વારા સંચાલિત “શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ” નું ભવ્યાતિભવ્ય આયોજન કરવા જઈ રહ્યું છે.

આ આયોજનમાં મંડળ દ્વારા ‘૫૧૧’ જેટલી નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ નું વિતરણ તેમજ 1100 કરતાં પણ વધુ ગંગાસ્વરૂપ બહેનોને ‘વિધવા સહાય યોજના’ ની યોજનાનો લાભ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિશ્વભારત વાત્સલ્ય અને પ્રેમની મૂર્તિ એવા પૂજ્ય સાધ્વી શ્રી દીદીમાં ઋતંભરાજી (વૃંદાવનધામ) ની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ સુરતના અનેક નામાંકિત દાતાશ્રીઓ, આગેવાન શ્રી તેમજ સરકારી હોદ્દેદારો તથા સામાજિક સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

આયોજકો દ્વારા જણાવાયું હતું કે છેવાડાના અને સાચી જરૂરિયાતવાળા ગંગાસ્વરૂપ બહેનોને આ કાર્યક્રમનો લાભ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.