રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 21-22 જાન્યુઆરીએ લમ્હેં એવોર્ડ્સનું ભવ્ય આયોજન કરાયું

સૂરત: રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા સૂરતમાં 21 અને 22 જાન્યુઆરી, 2023ના રોજ લમ્હેં (લેગસી એવોર્ડ્સ ફોર મિનિંગફુલ હ્યમનિટેરિયન એફોર્ટ્સ) પુરસ્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પરોપકાર અને ઉમદા પ્રવૃત્તિઓમાં કાર્યરત વિવિધ વ્યક્તિઓ, સંસ્થાઓ, સમૂહો અને એનજીઓને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમના થકી દેશભરમાં જરૂરિયાતમંદ અને વંચિત સમુદાયોના લોકોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
આ બે-દિવસીય સમારોહના પ્રથમ દિવસે એટલે કે 21 જાન્યુઆરીએ મહેમાનો એકબીજાને મળીને નેટવર્કિંગની સંભાવનાઓ તપાસવામાં આવી હતી અને ત્યારબાદ માઇન્ડસેટ કોચ અને ઇન્સપિરેશનલ સ્પીકર રાહુલ કપૂર દ્વારા એક વિશેષ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં તેઓ ઉપસ્થિત લોકોને જીવનના અલગ-અલગ પડકારો, મૂશ્કેલીઓ અને તેમાંથી આગળ વધવા વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ દિવસની સાંજે જાણીતા કોમેડિયન અને અભિનેતા ઓજસ રાવલ અને સ્મિત પંડ્યા દર્શકોને તેમની કોમેડીથી આજના ખૂબજ વ્યસ્ત જીવનમાં કેટલીક હળવી ક્ષણો માણવા નો લાહ્વો પૂરો પાડ્યો હતો.

કાર્યક્રમના બીજા દિવસે 22 જાન્યુઆરીએ ઓપન સિટિંગ બાદ લેગસી એવોર્ડ્સ ગાલા યોજાયું હતું, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકોને એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતા તથા તેમની ઉત્કૃષ્ટ કામગીરી જનતા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.સાંજે ઇન્ડિયન આઇડોલ વિજેતા પવનદીપ રાજન અને અરૂનિતા કાનજીલાલ મહેમાનો સમક્ષ બેજોડ લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું. બંને દિવસે આયોજિત સમારોહમાં ગણદેવી રોટરી ક્લબના પ્રેસિડેન્ટ પ્રકાશ નાયક અને ચેરમેન ઓફ ઇવેન્ટ રોટરિયન પંકજ નાયક તથા ડીસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ રોટરી 3060 શ્રીકાંત ઈંદાની ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે આ બે દિવસીય કાર્યક્રમમાં એકત્રિત થયેલું ભંડોળ રોટરી ક્લબને સ્થાનિક ચેરિટેબલ ગ્રાન્ટ્સ અને પ્રોજેક્ટ્સ માટે દાન કરી દેવાશે, જેથી ઘણાં લોકોના જીવનમાં આશારૂપી પ્રકાશ પાથરી શકાય.