જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરતના વિદ્યાર્થીઓએ સી.બી.એસ.ઇ. વેસ્ટ ઝોન સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
સૂરત: વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા અગ્રેસર જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ) વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે સર્વાંગી વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાને રજૂ કરી શકે અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરવા સક્ષમ બને તે માટે શાળા દ્વારા મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તથા તેના ઉત્કૃષ્ટ પરિણામો પણ પ્રાપ્ત થયાં છે.
જી.ડી.જી.આઇ.એસ. ના નિમ્ન લિખિત વિધાર્થીઓ એ સી.બી.એસ.ઇ. વેસ્ટ ઝોન સ્વિમિંગ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
- ધોરણ 11માં અભ્યાસ કરતાં તિર્થ ભાણવડિયાએ 50 મીટર ફ્રી સ્ટાઇલ અને 50 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ તેમજ 100 મીટર ફ્રી સ્ટાઇલ, 100 મીટર બેક સ્ટ્રોક અને 200 બેક સ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો છે.
- ધોરણ 3માં અભ્યાસ કરતાં વિવાન મલ્હારે 50 મીટર ફ્રી સ્ટાઇલમાં પાંચમો ક્રમ, 4X50 મીટર ફ્રી સ્ટાઇલમાં બીજો ક્રમ તથા 4X50 મિડલે રિલેમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
- ધોરણ 4માં અભ્યાસ કરતાં આર્યમાન પિલ્લઇએ 4X50 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બીજો ક્રમ તથા 4X50 મીટર મિડરે રિલેમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.
- ધોરણ 3માં અભ્યાસ કરતાં અર્જૂન અગ્રવાલે 4X50 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બીજો ક્રમ તથા 4X50 મિડલે રિલેમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે.
- ધોરણ 5માં અભ્યાસ કરતાં પ્રથમ દલવાનીએ 4X50 ફ્રી સ્ટાઇલ રિલેમાં બીજો ક્રમ મેળવ્યો છે.
- ધોરણ 4માં અભ્યાસ કરતાં દર્શ સોનીએ 4X50 મિડલે રિલેમાં ત્રીજો ક્રમે પ્રાપ્ત કર્યો છે.
ભોપાલમાં એન.આર.આઇ ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ખાતે 18થી22 ડિસેમ્બર, 2022 દરમિયાન આ સ્પર્ધા યોજાઇ હતી. શાળાના વિદ્યાર્થીઓ સી.બી.એસ.ઇ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશન 2022-23 માટે પણ પસંદગી પામ્યાં છે.
જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ ના સ્વિમિંગ કોચ રાહુલ મીણા, શ્રેયસી ચક્રવર્તી, લાહોર સિંઘ દ્વારા અપાયેલી તાલીમ તેમજ સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર આશિષ સિંઘના માર્ગદર્શન તેમજ પ્રિન્સિપલ જયશ્રી ચોરારિયા અને ડાયરેક્ટર ઓપરેશન સેજલ ઠક્કરના સહયોગથી આ સફળતા હાંસલ થઇ હતી.