‘નાચ બેબી’ સોન્ગ ખૂબ જ સફળ રહેતા નિર્માતાઓ હિતેન્દ્ર કપોપરા, પીયુષ જૈન અને મીત આહિરે પોતાની લાગણીઓ શેર કરી
સુરત: મચાઓ મ્યુઝિકે 6ઠ્ઠી સપ્ટેમ્બરે પોતાનું નવું સોન્ગ ‘નાચ બેબી’ (#NaachBaby) રીલિઝ કર્યું છે, જે પહેલાથી જ સુપરહિટ રહેવા સાથે તાજેતરમાં વિશેષ રીતે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયુ છે. ‘નાચ બેબી’ સોન્ગના નિર્માતાઓ સોન્ગની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. ‘નાચ બેબી’ સોન્ગમાં જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા, બ્યૂટીફૂલ સની લિયોની અને ગોર્જીયસ ભૂમી ત્રિવેદી જોવા મળી રહ્યાં છે.
નિર્માતા હિતેન્દ્ર કપોપરા ઉમેર્યું, “હું જાણતો હતો કે અમે આ સોન્ગને ખૂબ જ વ્યાપક બનાવીશું, મને એ પણ ખબર છે કે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે, પરંતુ તે માટે શરૂઆત યોગ્ય હોવી જોઈએ. પ્રામાણિકપણે કહું તો હું વધારે માંગી રહ્યો નથી. સૌપ્રથમ એક સુંદર ગીત, પછી અદભૂત સ્ટાર કાસ્ટ, એક લાજવાબ વિડિયો અને શાનદાર પ્રતિસાદ. એક પઝલમાં આ તમામ ખૂબ જ સારી રીતે બંધ બેસી રહ્યું છે. હું લાગણીઓને પ્રેમ કરૂં છું. હું સનીની સૌથી વધુ પ્રશંસા કરવા માંગુ છું, જોકે તેણે આ અમારા માટે કોઇપણ ફી વિના કામ કર્યું છે, તે સાચે જ એક રત્ન છે.”
સોન્ગની સફળતા પર નિર્માતા પિયુષ જૈને પોતાની લાગણીઓ વહેંચતા જણાવ્યું, “મચાઓ કે મચાઓ, આ એકમાત્ર વિકલ્પ મારા મનમાં હતો. જ્યારે તમે તમારા લક્ષ્યોને લઇ એકદમ સ્પષ્ટ હોવ છો, ત્યારે તમે સર્જન અને ઉજવણી કરવાનું વલણ ધરાવો છો. હવે અમારી પ્રથમ રજૂઆત ‘નાચ બેબી’ સોન્ગની વૈશ્વિક સ્તરે શ્રોતાઓ ઉજવણી કરી રહ્યાં છે અને અમે પહેલાંથી જ રીલ્સ પર ટ્રેન્ડ કરી રહ્યાં છીએ અને આ સોન્ગ પર 50000થી વધુ ઓરિજનલ વીડિયો બનાવવામાં આવ્યા છે.”
આ વિશે નિર્માતા મીત આહિરે વધુમાં જણાવ્યું, “મારા માટે આ ગીત અનેક બાબતોથી આગવુ સ્થાન ધરાવે છે. અમે અમારી પ્રથમ રજૂઆતની શોધમાં હતા. નાચ બેબી અમારી હાર્ડ ડિસ્કમાં પછીથી મળી રહે તે રીતે ક્યાંક પડેલી હતી. તે રિલીઝ થઈ ગયું છે અને હવે અમને માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ સમગ્ર ઉપખંડમાંથી અને યુકે અને યુએસએના પ્રેક્ષકો તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે તે ખૂબ જ સુખદ છે.”
નાચ બેબી સોન્ગને સિંગર ભૂમિ ત્રિવેદીએ પોતાનો મધુર કંઠ આપ્યો છે, વિપિન પટવાએ તેમની રચના સાથે અદભૂત રીતે સજાવ્યું છે અને કુમારજીએ પોતાના શબ્દો સાથે સોન્ગને ખીલવ્યું છે.