સુરત INIFD દ્વારા MERAKI-2022’નું આયોજન

એન્ટરટેઇન્મેન્ટ સુરત

ભારતની ઝાંખી દર્શાવતા વસ્ત્રો પહેરી મોડલોએ કર્યું રેમ્પવોક

સુરત: અગ્રણી ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ INIFD દ્વારા આજરોજ સ્પેશ્યલ શો “Meraki-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર યોજાયેલા આ શોમાં ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ દ્વારા ભારતની ઝાંખી દર્શાવતા ખાસ કલેક્શન ડીઝાઇન કરવામાં આવ્યા હતા. આ કલેકશન સાથે ફેશન શો માં મોડલો એ રેમ્પ વોક કર્યું હતું. 

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ઇસ્માઇલ શરીફ (ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના આસિસ્ટન્ટ ડિરેક્ટર) હાજર રહ્યા હતા. આ  ઉપરાંત શ્રીમાન ઉત્સવ ધોળકિયા સંસ્થા ના ડાયરેક્ટર પરેશ પટેલ (મુંબઇના ફેશન શો ડિરેક્ટર અને કોરિયોગ્રાફર), શ્રીમાન મોહિત અગ્રવાલ (કોરિયોગ્રાફર) સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામે વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

ભારતમાં ફેશન સેન્સ ઉભી કરવામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઉપસ્થિતિ સ્થાપિત કરવાના પ્રયાસમાં INIFD સુરત ઉભરી રહેલા યુવા ડિઝાઇનરોને પ્રોત્સાહિત કરતું રહે છે.

વિતેલા તમામ વર્ષોમાં અમે લગભગ 21 ફેશન શોનું આયોજન કર્યું છે.

આ વર્ષ ખૂબ જ વિશેષ છે કારણ કે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યુ છે. વર્ષોથી ભારતીય શિલ્પકારો, વણકરો અને કારીગરોએ અથાગ પ્રયત્નો કરે છે, જો કે વધતા ખર્ચ અને વેચાણ કિંમતોને કારણે લોકો હાથથી બનાવેલી ચીજો પ્રત્યે રસ ગુમાવી રહ્યા છે.

એક ડિઝાઇન સંસ્થા તરીકે અમે ખાદી, કલા-કારીગરી અને સ્થાનિક વિસ્તારોના હાથભરત જેવા હેન્ડમેડ ફેબ્રિકનો ઉપયોગ કરવાનો અને કારીગર, ટ્રેલર્સ અને હસ્ત કારીગરોના વ્યાવસાયીક મૂલ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

હાલ INIFD ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં કુલ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60 છે. જેમાં પ્રથમ વર્ષના 25, બીજા વર્ષના 20 અને ત્રીજા વર્ષના 15 ફેશન સ્ટુડન્ટ્સ છે.

Leave a Reply

Your email address will not be published.