શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશને લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા 2022ના આયોજન માટે હાથ મિલાવ્યા
સુરત: શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU), છેલ્લાં 107 વર્ષથી મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે કામ કરી રહ્યું છે. કોવિડ દરમિયાન, નબળાં વર્ગના ઘણા પરિવારોએ કાં તો તેમના કમાવનાર સભ્ય અથવા તેમની રોજગારી ગુમાવી દીધી હતી. MCSU એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના માટે આર્થિક તકો ઊભી કરવા કાર્યક્રમો શરૂ કર્યા છે. આ તમામ કાર્યક્રમોનો અમલ કરવા માટે, MCSU એ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે.
વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન વડોદરા અને આસપાસના વિસ્તારોમાં સામાજિક વિકાસ માટે કામગીરી કરે છે. વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનનું ફોક્સ વિકાસના 2 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને કૌશલ્ય નિર્માણ અને સશક્તિકરણ દ્વારા મહિલાઓની આવકની સંભાવનાઓમાં વધારો કરવાનો છે.
•મહિલા સશક્તિકરણ અને વ્યાવાસિયક સ્કીલ ડેવલમેન્ટ
•ઉદ્યોગસાહસિકતાનો વિકાસ
તદુપરાંત, આ ફાઉન્ડેશન કળા, હસ્તકલા વગેરેમાં રસ ધરાવતા ઉદ્યોગસાહસિક પુરુષો અને સ્ત્રીઓ દ્વારા સ્ટાર્ટ-અપ્સની શરૂઆત અને વિકાસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય, વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન સાથેના સહયોગથી આ વર્ષના નવરાત્રી ગરબા મહોત્સવ 2022નું આયોજન કરી રહ્યુ છે, જે સૌથી વધુ રાહ જોવાતી ગુજરાતી નૃત્યની પરંપરા છે, જે નવરાત્રી ઉત્સવ દરમિયાન જોવા મળે છે. વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયની ટીમને દિવ્ય નૃત્ય ઉત્સવનું આયોજન કરવામાં મદદ કરશે અને ગરબા મહોત્સવ 2022 દરમિયાન કલાકારો અને હસ્ત શિલ્પકારોને ટેકો આપશે.
બંને ફાઉન્ડેશનના પ્રયત્નોને વધુ વેગ આપવા માટેના આ સાંસ્કૃતિક જોડાણની પ્રશંસા કરતા, મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, “ અમે સમાન મૂલ્ય, નૈતિકતા અને ઉદ્દેશ્ય શેર કરીને હાંસિયામાં ધકેલાયેલા તમામ સમુદાયો માટે સમાન તકોનું સર્જન કરવા માટે અમારા ફાઉન્ડેશને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન સાથે મળીને એક પરિપેક્ષ્યનું સર્જન કર્યુ છે. શ્રી મહારાણી ચિમનાબાઈના વારસાને આગળ લઈ જવા અને આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા બદલ મને ગર્વ છે અને આ ‘શક્તિ પર્વ’ની ઉજવણીમાં અમારી સાથે હાથ મિલાવવા બદલ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનનો આભાર માનું છું. મને વિશ્વાસ છે કે આ ભાગીદારી સકારાત્મક પરિવર્તન લાવવા અને મહિલાઓને તેમના સપના સાકાર કરવા પ્રેરિત કરવામાં મદદ કરશે.”
વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના શીતલ ભાલેરાવે તેમનું વિઝન શેર કર્યું અને જણાવ્યુ કે, “વૉર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનનું માનવું છે કે જો તમે મહિલાને સશક્ત કરશો તો તમે સમગ્ર પરિવારને સશક્ત કરશો. એક સશક્ત મહિલાથી જ મજબૂત સમાજ અને સમૃદ્ધ સંસ્કતિની રચના કરવી શક્ય છે. મહિલાને સશક્ત બનાવો અને તમારા સમગ્ર પરિવારનું સશક્તિકરણ કરો, અને સમાજ એટલો મજબૂત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હશે જેટલી તેની મહિલાઓ હશે’ તેમાં વિશ્વાસ ધરાવે છે. અમારા કાર્યક્રમોનો ઉદ્દેશ વંચિત વર્ગની મહિલાઓના સશક્તિકરણ અને શિક્ષિત કરવાનો છે જેથી તેઓની માટે સમાન તકો ઊભી થાય. ઉપરાંત આવી મહિલા કારીગરોને નવુ જીવનદાન આપીને મદદ કરવાનો પણ ઉદ્દેશ્ય છે. હેરિટેજ ગરબા 2022ના આયોજનમાં શ્રી મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયને ટેકો આપવાની આ તક આપવા બદલ અમે મહારાણી રાધિકા રાજે ગાયકવાડના પણ આભારી છીએ.”
શ્રી મહારાની ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલય (MCSU)ની સામાજીક પહેલ
“નારી કી સવારી”
તેમા અમે જરૂરિયાતમંદ મહિલાઓ/છોકરીઓ માટે આજીવિકા અને સ્કીલ ડેવલપમેન્ટના સાધન તરીકે ડ્રાઇવિંગને અપનાવવા માટે ડ્રાઇવિંગ સ્કૂલની તાલીમને સ્પોન્સર કરીએ છીએ.
તેમના વાહનોને પણ સ્પોન્સર કરીયે છીએ. આ પ્રોજેક્ટ જાતીય શોષણના કિસ્સાઓને ઘટાડવા માટે મહિલાઓને સ્કૂલ વાનમાં અને મહિલા કર્મચારીઓની લેટ નાઇટ ડ્યૂટીમાં મૂકે છે. તેમને વ્યક્તિગત સુરક્ષાના કારણોસર સિનિયર સિટીઝન, સગીર એકલી મહિલાઓવાળા ઘરોમાં પણ રાખવામાં આવશે.
“નારી રાની” – મનની મહારાની!
ઉદ્યોગાલય ખાતે કાફેની સ્થાપના અને સંચાલન દ્વારા ટ્રાન્સજેન્ડર અને વિકલાંગોના સમાવેશ માટે સંશોધન અને જાગૃતિનું નિર્માણ અને સમર્થન કરવામાં આવશે. આનાથી લોકોને ભેદભાવ વગરના સ્થળોએ આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સાથે વાર્તાલાપ કરવા અને તેમને સમ્માનપૂર્ણ નજરે જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. LGBTQA સમુદાય માટે તાલીમ અને જોબ પ્લેસમેન્ટ દ્વારા તેમનું સ્કીલ ડેવલપમેન્ટ કરાશે અને આત્મનિર્ભર બનાવશે. જાતીય અંગોની વિકૃતિઓ સાથે જન્મેલા શિશુઓ/બાળકોને ઓળખવા, તેમના માતા-પિતાને ગાયનેકોલોજિસ્ટ્સ, પેડ્રિયાટિશિયન્સ, એન્ડોક્રિનોલોજિસ્ટ્સ અને સર્જન્સની મદદથી કાઉન્સેલિંગ કરવું અને સમાજમાં તેમના આરોગ્ય અને વહેલા જોડાણની ખાતરી કરવા માટે સુધારાત્મક સર્જરીઓની સુવિધા પૂરી પાડવામાં આવશે. આનાથી આવા બાળકોનો સમાજ અને તેમના પોતાના પરિવારો દ્વારા બહિષ્કાર થતો અટકાવાશે. જ્યાં અનાથ / તરછોડાયેલી અને દૂર્વ્યવહારનો ભોગ બનેલી હોય તેવી મહિલાઓ અને સગીર છોકરીઓ રહે છે તેમને જરૂરી સંશાધનો અને તેમનું સ્કીલ ડેવલપમેન્ટ કરવા માટે વડોદરાના નારી સંરક્ષણ ગૃહ સાથે સહયોગ કરવામાં આવશે.
હસ્તકલા, સંસ્કૃતિ અને ભોજન
દેશભરના કલાકારો અને કારીગરોને તેમની પ્રતિભા અને ચીજોનું પ્રદર્શન કરવા આમંત્રણ આપીને ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાનો અનુભવ કરાવવામાં આવશે. આનાથી સમાજને આપણા કારીગરો દ્વારા સાચવવામાં આવેલી સ્કીલ અને તેમના દ્વારા સામનો કરાતી મુશ્કેલીઓ અને તે પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં આવશે. હસ્તકલા/ હેન્ડીક્રાફ્ટ એ ભારતમાં બીજા ક્રમનું સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે. મુલાકાતીઓને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક ભોજનનો અનુભવ કરાવશે. લક્ષ્મી વિલાસ પેલેસ એસ્ટેટમાં એક અદ્વીતિય અને અધિકૃત ગરબાનો અનુભવ કરાવવો, જે મુલાકાતીને ઐતિહાસિક અને ભવ્ય સ્થળ સાથે સંવાદ કરવાની મંજૂરી આપે છે.
વૉર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનની સામાજિક પહેલ
‘સમર્થ નારી’
મહિલા સશક્તિકરણ અને આજીવિકા
ગરીબી દૂર કરવા અને મહિલાઓને તેમના પરિવારની આર્થિક જવાબદારીઓ ઉઠાવીને તેમના પરિવારની જવાબદારીઓ સંભાળવા સક્ષમ બનાવવા માટે, અમે આર્થિક રીતે નબળા જૂથોની મહિલાઓ સાથે જોડાણ કરીએ છીએ. અમારા સ્કીલ ડેવલપમેન્ટ મોડલને મહિલાઓને તેના પરિવારના આર્થિક ઉત્થાનમાં કેન્દ્રીય બળ તરીકે બનાવવામાં આવ્યું છે, કારણ કે એક સશક્ત મહિલા સમગ્ર પરિવારને તેમની આજીવિકામાં પરિવર્તન લાવવામાં મદદ કરે છે. તે સ્કીલ્ડ મહિલાઓ તેમજ ઉદ્યોગ માટે જીત જેવી સ્થિતિનું નિર્માણ કરશે કારણ કે વોર્ડવિઝાર્ડ ગ્રૂપની કંપનીઓની સાથે સાથે ઉદ્યોગના સાથીઓને નવા કુશળ સંસાધનો મળશે, જ્યારે મહિલાઓને આર્થિક આત્મનિર્ભરતા મળશે.
‘અન્નપૂર્ણા’
ગરીબી-રેખાથી નીચેના વંચિતો માટે ગરીબી ઘટાડવાના સંદર્ભમાં, અમે ફૂડ વાન શરૂ કરીશું જેમાં ગરીબો, જરૂરિયાતમંદ અને ઘરવિહોણા લોકોને અત્યંત ઓછા ખર્ચે પોષણયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેમની મૂળભૂત ખાદ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેવદૂત એજન્ટ તરીકે સેવા આપશે. આમ, સમગ્ર સમુદાય પ્રત્યેનો અમારો હેતુ એ છે, કોઇ પણ વ્યક્તિ ભોજન કર્યા વગર સુવે નહીં.
‘અમૃત આરોગ્ય’
વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશન ખાતે અમે એવુ માનીએ છીએ કે સુખાકારી મેળવવી એ નાણાં કમાવવા જેટલી જ મહત્વપૂર્ણ છે. આથી, અમે ગ્રામીણ વિસ્તારોમાં સમયાંતરે મેડિકલ કેમ્પો યોજીને આરોગ્ય જાળવણી માટે જાગૃતિ લાવવા અને જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો કરવા પર સમાન ભાર આપીએ છીએ. ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય નબળાં વર્ગના લોકોને સેવા પુરી પાડે તેવી આરોગ્ય સંભાળની સુવિધાઓ સ્થાપિત કરવાનો પણ છે.
ગરબા – સ્ત્રીત્વની ઉજવણી
નવરાત્રિ એ માત્ર નૃત્યનો ઉત્સવ નથી. નવરાત્રિ એ દેવત્વના નારી સ્વરૂપનું સન્માન, પૂજા અને ઉજવણી કરવાનો તહેવાર છે. વડોદરાના ગરબા ઉત્સવ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને જ્યારે તેનું આયોજન કોઈ કારણસર કરવામાં આવે છે ત્યારે તે વધારે વિશેષ બની જાય છે.
તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ઓગસ્ટ 2022ના પ્રથમ સપ્તાહથી www.mcsu.in www.udyogalaya.com અને www.wardwizardfoundation.com પર ખુલશે. રજિસ્ટ્રેશન પહેલા તે વહેલાના ધોરણે રહેશે.
આ ગરબા ખેલૈયાઓની અપેક્ષાઓ કરતાં પૂરી કરશે કારણ કે તેઓ મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે સચિન લિમયે અને આશિતા લિમયેના વુંદ દ્વારા ગાયેલા મંત્રમુગ્ધ મધુર ગરબાનો આનંદ માણશે.
આ કાર્યક્રમનું આયોજન મર્યાદિત ભીડ માટે કરવામાં આવશે જેથી આમંત્રિત અને રજિસ્ટર્ડ મહેમાનો ગરબાનો અનુભવ કરી શકે, જે હકીકતમાં એક પ્રતિષ્ઠિત સ્થળ, સુરીલા ગાયકો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસોથી તરબળ એક અસાધારણ કાર્યક્રમ બની રહેશે.