રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મૂર્મુ ને સમર્થન

સુરતની 13 વર્ષીય ભાવિકા માહેશ્વરીએ દ્રોપદી મુર્મુ પર સંકલન કરી પુસ્તક બનાવી સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનરજીને મોકલી

સુરત: આગામી દિવસોમાં ભારતમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે એનડીએના ઉમેદવાર દ્રોપદી મૂર્મુના સમર્થન માટે સુરતની એક 13 વર્ષીય બાળા એ સુરત વતી મૂર્મુ ના સમર્થન માટે સોનિયા ગાંધી અને મમતા બેનરજીને અપીલ કરી છે.

13 વર્ષીય બાળા ભાવિકા માહેશ્વરીએ આ માટે દ્રોપદી મૂર્મુ પર સંકલન કરી એક પુસ્તક બનાવ્યું છે અને આ પુસ્તક સ્પીડ પોસ્ટ અને ટ્વિટરના માધ્યમથી સોનિયા ગાંધી અને મમતા બેનરજીને મોકલી સમર્થન માટેની અપીલ કરી છે. પુસ્તક સાથે એવો સંદેશો પણ મોકલ્યો છે કે આપ દ્રોપદી મૂર્મુને મત આપી આદિવાસી સમાજ અને મહિલાઓનું સન્માન કરી એક દાખલો દેશ સમક્ષ બેસાડે. ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે. સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર માટે મૂર્મુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગરીબી અને સંઘર્ષો સામે લડીને મૂર્મુ રાષ્ટ્રપતિ બને છે તો વિશ્વ માં એક સકારાત્મક સંદેશ જશે અને સ્ત્રી સશકિતકરણ ને પણ બળ મળશે.

ભાવિકા એ જણાવ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ આ હિન્દી મોટીવેશનલ બુક પ્રિન્ટ કરી વિમોચન કરવામાં આવશે. સાથે જ ઈંગ્લીશ, ગુજરાતી અને ઉડિયા ભાષામાં પણ પ્રકાશિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભાવિકા માહેશ્વરી ને અભિનેત્રી અમીષા પટેલ અને અભિનેતા તેમજ સાંસદ મનોજ તિવારી ના હસ્તે તાજેતરમાં જ ગ્લોબલ ઇન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ એનાયત થયો છે. ભાવિકા એ સૌથી નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે રામકથા દ્વારા 52 લાખ રૂપિયાની સમર્પણ રાશિ ભેગી કરી હતી. આ ઉપરાંત લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ 3150 કેદીઓ સમક્ષ વિચાર શુદ્ધિ કથા કરી હતી. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે. 10 હજાર જેટલા બાળકોને પબજી અને મોબાઈલ અડિકશન અંગે જાગૃત કરી ચૂકી છે. મોસ્ટ પીપલ ઈન સ્પીચ રેલય માં ગિનીઝ બુક રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા આજ કે બચ્ચે કલ કા ભવિષ્ય પુસ્તક ભાવિકા એ લખી છે. કોવીડ આઇસોલેશન સેન્ટરમાં જઈ મોટીવેશનલ સ્પીચ દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું છે. ભાવિકા ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફોરમની ફાઉન્ડર પણ છે.