“મહાવિદ્યા” – જ્યોતિષ વિજ્ઞાન અનુસાર જીવનમાં ભાગ્યોદય લાવવાનું યોગ્ય સરનામું

અમદાવાદ, 12 ડિસેમ્બર, 2022: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને આનંદને ઇચ્છે છે, પરંતુ ઘણીવાર તમામ સુખ અને વૈભવ હોવા છતાં જીવનમાંથી તેની બાદબાકી જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં ઘર કે ઑફિસમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય તે માટે વાસ્તુશાસ્ત્ર સહિતના જ્યોતિષ વિજ્ઞાન કારગત સાબિત થાય છે. જાણીતા વાસ્તુગુરૂ અને વાસ્તુશાસ્ત્રમાં 22 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ડૉ. શ્રી સંતોષ ગુરૂજીના નવા કાર્યાલય “મહાવિદ્યા”નો શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આઈઆઈએમ રોડ પર આવેલા સનય-1ના ત્રીજા માળે સ્થિત છે.

“મહાવિદ્યા”ના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા એસ્ટ્રોલોજર ડૉ. નલિન પંડ્યા, એમએસ યુનિવર્સિટી, વડોદરાના જ્યોતિષશાસ્ત્ર અને સંસ્કૃત વિષય નિષ્ણાંત શ્રી કનુભાઈ પુરોહિત, શ્રીવિદ્યા ઉપાસક અને સાણંદ સ્ટેટના રાજગુરૂ શ્રી ચંદ્રશેખર ત્રિવેદી, ગ્લોબલ એસ્ટ્રોગુરૂ ડૉ. પંકજ નાગર અને ટેરોપેથીના લેખક ડૉ. પૂનમ ખન્ના વિશેષ રીતે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ડૉ. સંતોષ ગુરૂજીએ જણાવ્યું, “જ્યારે પણ કોઇ વ્યક્તિ તકલીફ કે સમસ્યાઓથી ઘેરાયેલી હોય છે, ત્યારે તે કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ આ તકલીફ કેવા પ્રકારની છે અને કેટલાં સમય સુધી જીવનને પ્રભાવિત કરી શકે છે તેનું ચોક્કસ માર્ગદર્શન એક યોગ્ય એસ્ટ્રોલોજર, ન્યૂમરોલોજીસ્ટ કે ટેરોટ કાર્ડ રીડરને હોઇ શકે છે. આ તમામ વૈજ્ઞાનિક અને ગાણિતીક રીતે તે સમસ્યાઓનો ઉકેલ પુરો પાડી શકે છે. જેમાં ક્રિસ્ટલ થેરાપી, નંગ કે મંત્ર થેરાપી સહિતની અન્ય પદ્ધતિઓ દ્વારા જે તે વ્યક્તિના જીવનનો ભાગ્યોદય કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર, એસ્ટ્રોલેજી, ન્યૂમરોલોજી કે ટેરોટ કાર્ડ તમામ વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ચૂક્યાં છે.”

ડૉ. સંતોષ ગુરૂએ વધુમાં જણાવ્યું, “આ ઉપરાંત, વ્યક્તિના સુખમય જીવન માટે વાસ્તુ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યાં સુધી આપનું અર્થ લક અને બર્થ લક બન્ને એક સાથે નહીં ચાલે, ત્યાં સુધી ન તો તમે ભૂમિથી ફાયદો મેળવશો કે ન તો ભાગ્યશાળી બની શકશો, તમને તમારા જન્મના ગ્રહોથી જ ફાયદો થશે. હાલમાં મોટા ભાગના લોકો વાસ્તુમાં માને છે અને સકારાત્મક ઉર્જા માટે વાસ્તુ અનુસાર સૂચવેલા ઉકેલોને અનુસરે છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ઘણાં બિલ્ડર્સ છે, જેઓ પોતાની રેસિડેન્સિયલ સ્કિમ માટે વાસ્તુ અનુસાર પ્લાનને અનુસરે છે, જેથી ત્યાં વસવાટ કરનારા લોકોને સાકારત્મક ઉર્જાનો અનુભવ થાય અને તેઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઇ રહે. જોકે, લોકો જ્યાં સુધી મેડિટેશન થકી પોતાની આત્મ શોધ નહીં કરે, ત્યાં સુધી તેઓને મળવો જોઇએ તેટલો ફાયદો મળી શકતો નથી. જેથી હું અહીં ભારપૂર્વક જણાવું છું કે દરેક વ્યક્તિએ 24 કલાકની અંદર 24 મિનિટ પોતાના માટે, મેડિટેશન માટે ફાળવવી જોઇએ.”

ઘર, ઑફિસ કે કોઇપણ સ્થળને વાસ્તુદોષ દૂર કરી જીવનમાં બદલાવ લાવી શકાય છે. આ માટે વાસ્તુશાસ્ત્રના સાચા જાણકાર પાસે તેનો ઉકેલ મેળવવામાં આવે તે ઇચ્છનીય પાસુ હોય છે. ડૉ. શ્રી સંતોષ ગુરૂજીના કાર્યાલય “મહાવિદ્યા” ખાતે વાસ્તુ ઉપરાંત, એસ્ટ્રોલોજી, ન્યૂમરોલોજી, ટેરોટ કાર્ડ રીડિંગ દ્વારા ઉકેલ આપવા માટે કન્સલ્ટિંગ કરવામાં આવે છે. આ સાથે એસ્ટ્રોલોજી, ક્રિસ્ટલ, રૂદ્રાક્ષ સહિતની તમામ પ્રોડક્ટ્સ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ડૉ. સંતોષ ગુરૂજી છેલ્લા 16 વર્ષથી તંત્રવાસ્તુ, ઓરા અને ચક્રાશ, ન્યૂમરોલોજી, ન્યૂમરો વાસ્તુ, રૂદ્રાક્ષ તંત્ર, ટેરોટ અને તંત્ર મેડિટેશન પર સમયાંતરે વર્કશોપ્સ આયોજિત કરતા રહે છે. અત્યાર સુધી આ વર્કશોપ થકી આશરે 400 જેટલાં લોકોએ તાલિમ પ્રાપ્ત કરી છે.

ડૉ. સંતોષ ગુરૂજી આ ક્ષેત્રનો 22 વર્ષોનો અનુભવ ધરાવે છે, જેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનીયર છે. તેઓએ હિન્દુ એસ્ટ્રોલોજર ઑફ લંડન યુનિવર્સિટીમાંથી વર્ષ 2000માં એસ્ટ્રોલોજીની પદવી પ્રાપ્ત કરી છે. પોતાના શરૂઆતી તબક્કામાં તંત્ર વિદ્યા પર સંશોધન અને એસ્ટ્રોલોજીની પ્રેક્ટિસ દરમિયાન વર્ષ 2014માં ઓમકારેશ્વર યુનિવર્સિટીમાંથી વાસ્તુશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ. સંતોષે બે વર્ષ વાસ્તુના લેક્ચરર તરીકે પણ સેવા આપી છે. તેઓ વાસ્તુશાસ્ત્ર પરના બે પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર’ અને ‘વાસ્તુવિજ્ઞાન’ તેમજ અન્ય ત્રણ પુસ્તકો ‘મુદ્રાતંત્ર’, ‘ક્રિસ્ટલ હિલિંગ’ અને ‘ઓરા’ના લેખક પણ છે, જ્યારે ડૉ. પૂનમ ખન્ના સાથે સહ-લેખક તરીકે ‘ટેરોપેથી’ નામક એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે.