સ્વસ્થમ હાર્ટ કેરના ડોક્ટર સંજય વાઘાણી એ જણાવ્યું

સુરત: હ્રદય રોગના રોગીઓની સંખ્યા માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે, ત્યારે લોકો હૃદય સંબધિત બીમારીઓ માટે જાગૃત બને તે માટે સ્વસ્થમ હાર્ટ કેર દ્વારા આજરોજ શહરેમાં રન ફોર હેલ્ધી હાર્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મેરેથોન દોડ માં હેલ્ધી ફૂડ પણ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો.

સ્વસ્થમ હાર્ટ કેરના ડોક્ટર સંજય વાઘાણી એ જણાવ્યું હતું કે સ્વથ્ય હાર્ટ અને અન્ય બિમારીઓ થી બચવા માટે દૈનિક જીવનમાં કસરત ખૂબ જ જરૂરી છે. કેટલા પણ વ્યસ્ત સમયમાં દરેક વ્યક્તિ એ રોજ 45 મિનિટ કસરત માટે ફાળવવા જ જોઈએ. આજે હૃદય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે તેની પાછળ નું કારણ આજની જીવન શૈલી છે. હૃદયની બીમારીઓનો ઉપચાર ઉપલબ્ધ છે પણ હૃદયની બીમારી થાય જ નહીં તે માટેની કાળજી દરેક વ્યક્તિએ લેવી જોઈએ અને તે માટે કસરત એ શ્રેષ્ઠ ઉપાય છે. આ સંદેશ લોકો સુધી પહોંચે તે ઉદ્દેશ્ય સાથે જ આજરોજ સુરતમાં સ્વસ્થમ હાર્ટ કેર દ્વારા રન ફોર હેલ્ધી હાર્ટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 કિમી, 10 કિમી, 5 કિમી અને 2 કિમીની આ દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. તમામે સ્વસ્થ હાર્ટ માટે દોડીને લોકોને સ્વસ્થ હાર્ટ માટે કસરત જરૂરી અને જીવનમાં કસરત કેટલી જરૂરી છે તે અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.