વડોદરાની મહારાણી રાધિકા રાજે ગાયકવાડને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત

વડોદરાની મહારાણી અને એક ઉમદા સામાજીક કાર્યકર એવા રાધિકા રાજે ને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રી થી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડનના ડેપ્યુટી હેડ ઓફ ઇન્ટરનેશનલ હાલ વડોદરાની મુલાકાતે છે ત્યારે તેઓ દ્વારા મહારાણી રાધિકા રાજે વિશે કરવામાં આવેલી કામગીરી અને યુનિવર્સિટી લંડન વિશે વિસ્તૃત માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરવામાં આવી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં હર હાઈનેસ મહારાણી રાધિકા રાજે દ્વારા કરવામાં આવેલા કાર્યોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રાધિકા રાજે અનેક સામાજિક અને સેવાકીય કર્યો સાથે જોડાયેલા છે. ખાસ કરીને LGBTQ કોમ્યુનિટી માટે તેઓ વિશેષ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યોને અનુલક્ષીને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન દ્વારા તેમને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.

મી. પાવેલ બાવા દ્વારા યુનિવર્સિટી ઓફ ઈસ્ટ લંડન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્લોબલ કોલિયન્સની ટીમ ઉપસ્થિત રહી હતી. તેઓ દ્વારા પણ વિદેશ અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને લઈ માર્ગદર્શક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગ્લોબલ કોલિયન્સના ડાયરેક્ટર મેરી હિવાલે એ જણાવ્યું હતું કે વિદેશમાં અભ્યાસના ક્ષેત્રમાં પ્રમાણિત નિષ્ણાંત તરીકે ગ્લોબલ કોલિયન્સન પાસે કારકિર્દી કાઉન્સેલિંગનો ઘણો અનુભવ છે અને વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવામાં અસંખ્ય વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક મદદ કરી છે. ગ્લોબલ કોલિયન્સના પ્રયત્નો દ્વારા એક મજબૂત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક બનાવવામાં મદદ કરી છે જે વર્તમાન વિદ્યાર્થીઓને સમર્થન અને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. આ સંસ્થા અગ્રણી કાઉન્સેલિંગ- એવોર્ડિંગ સંસ્થાઓ દ્વારા પ્રમાણિત છે, અને IELTS- IDP, બ્રિટિશ કાઉન્સિલ, Pearson PTE અને ETS TOEFL માટે ટ્રેનર તરીકે પ્રમાણપત્રો પણ ધરાવે છે. આ લાયકાતો ગ્લોબલ કોલિયન્સના વિદ્યાર્થીઓને વ્યાપક ટેકો પૂરો પાડવા માટે સક્ષમ બનાવે છે, તેમને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં અને તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક કાર્યોમાં શ્રેષ્ઠ બનવામાં મદદ કરે છે.