સુરત: કિફિ એસોસિએશન દ્વારા આ 1 થી 7 મે 2023 દરમ્યાન કૂડો નેશનલ ચેમ્પિયન્સ કપ ટુર્નામેન્ટનું મહારાષ્ટ્રના પુને ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દેશના 32 રાજ્યો તથા કેન્દ્ર શાષિત પ્રદેશો માંથી 650 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યે 34 ગોલ્ડ, 23 સિલ્વર, 26 બ્રૉન્ઝ એમ કુલ 83 મેડલ્સ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યું છે. 78 મેડલ સાથે રાજસ્થાન બીજા અને 40 મેડલ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે રહ્યું હતું. ગુજરાત માંથી કુલ 110 સ્પર્ધકોએ કુલ 60 કેટેગરીમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.
ગુજરાતના કૂડોવીરોએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અસાધારણ કૌશલ્ય અને તકનીકો દર્શાવી અને વિજયી બન્યા હતા. આ નોંધપાત્ર સિદ્ધિ બદલ એસોસિયશનએ ગર્વની લાગણી અનુભવવા સાથે જ વિજેતાઓને અભિનંદન પાઠવીએ પાઠવ્યા હતા. આ જીત કુડોના વિદ્યાર્થીઓની સખત મહેનત, સમર્પણ અને દ્રઢતાનો પુરાવો છે સાથે જ આ સફળતા પાછળ કૂડો કોચ તદુપરાંત સહાયક સ્ટાફની નિર્ણાયક ભૂમિકા રહી છે.
આ ઉપરાંત તાજેતરમાંજ જાપાનના ટોકિયો ખાતે યોજાયેલ કૂડો વોર્લ્ડકપ માં ગુજરાતના 2 વીરોએ ભાગ લઈ ગુજરાત તથા દેશનું નામ વિશ્વ સ્તરે કીર્તિમાન કર્યું છે.આ કૂડો વોર્લ્ડકપમાં વિશ્વના 89 દેશો ના 450 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાત કૂડો સ્પોર્ટ્સ એસોસિએશન આ બંને કૂડોવીરો ઝીદાન ખરાદી અને યશસ્વી લખોટિયાએ શ્રેષ્ઠ દેખાવ સાથે ભારતને ગૌરવ અપાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કૂડો એ કીક બોકિસંગ, કરાટે, જુજુત્સુ , જુડો , મુએ થાઈ ની વિશિષ્ટ ટેકનિક નું મિશ્રિત અને અર્વાચીન માર્શલ આર્ટ છે. કૂડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા જે ભારત દેશ માં કૂડો માટેનું આગવું અને પ્રતિષ્ઠિત નામ ધરાવતી સંસ્થા છે.
કિફિ ના ચેરમેન ફિલ્મ સુપર સ્ટાર સિંહાન અક્ષય કુમાર અને પ્રેસિડેન્ટ હાન્શી મેહુલ વોરા છે. દર વર્ષે આ સંસ્થા દ્વારા દેશના દરેક રાજ્યોમાંથી હજારો વિદ્યાર્થીઓ ને કૂડોની સ્પર્થાત્મક તાલીમ પુરી પાડવામાં આવે છે તથા દેશ વિદેશ ની ટુર્નામેન્ટમાં દેશની પ્રતિભાઓ ને ઉજ્જવળ કારકિર્દી માટે અવકાશ પૂરું પાડવામાં આવે છે.
ગુજરાતમાં ગુજરાત કૂડો સ્પોર્ટ્સ એસોસિએશનના અંતર્ગત કૂડો મિક્સ માર્શલ આર્ટની તાલિમ કુલ 18 જિલ્લાઓ માં કાર્યરત છે. જેના પ્રેસિડેન્ટ રેન્શી દરાયસ કૂપર, સેક્રેટેરી રેન્શી વિસ્પી ખરાદી અને ટ્રેઝરર સેન્સેઇ ગુલામ મલેક છે.