કચ્છના ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ વિસ્તારના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોસિયલ મીડિયા ના પત્રકારોની એકતા અંતર્ગત વરણી કરવામાં આવી છે જેમાં પ્રજાહિત રાષ્ટ્રહિત પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી ચોથી જાગીર તરીકે જાણીતા પવિત્ર પત્રકારત્વ ક્ષેત્રે પોતાના જીવને જોખમમાં રાખી સત્યને ઉજાગર કરવા ભષ્ટાચાર વિરુદ્ધ પ્રજા પ્રશ્નોને વાચા આપી રહેતા પ્રિન્ટ મીડિયા સોસિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ના કચ્છના પત્રકારો પત્રકાર એકતા પરિષદ માં જોડાયા છે જાણવા મળતી વિગત એવી છે કે તાજેતરમાં ગાંધીધામ ખાતે પત્રકાર હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પત્રકાર એકતા પરિષદ ના કચ્છ પત્રકાર પરિષદ અંતર્ગત કામગીરી સંપૂર્ણ માર્ગદર્શન બાદ સર્વાનુમતે લોકશાહી પદ્ધત્તિ એ સંગઠન ની રચના કરવા ગૌરાંગ ભાઈ ને જવાબદારી સોંપવામાં આવી હતી.જેમાં કચ્છ પૂર્વ ગાંધીધામ વિસ્તાર માં પ્રમુખ તરીકે ત્રણ દાવેદારો વચ્ચે સ્પર્ધાથતા , ઇ.વી.એમ જેવી સિસ્ટમ ઉભી કરી મતદાન મારફત લીડર નક્કી કરવામાં આવ્યા.જેમાં પ્રમુખ દેવશીભાઇ ભોયાં , ઉ.પ્રમુખ પૃથ્વી સિહ જાડેજા,કરિશ્મા માની શ્યામભાઈ. દિનેશ ભાઈ જોગી , મહા મંત્રી તરીકે સમીર ભાઈ મહેશ્વરી , ભારતી બેન માખીજાણી , રાણા ભાઈ આહીર.મુકેશ ભાઈ રતડ મંત્રી શ્રી ઘનશ્યામ ભાઈ બારોટ.મનોજભાઈવિસવડિયા , વિનોદભાઈ સાધુ , નિર્મળ સિહ જાડેજા..અને સહમંત્રી તરીકે મહેશ સોંદઅશોકભાઈ મહેશ્વરી , નીરવ ગૌસ્વામી , તેમજ દિનેશ સુડિયા , તેમજ ખજાનચી તરીકે પ્રતિક ભાઈ ઠકકર , તેમજ આઇ.ટી.સેલ માં તનીશ ધેડા , જયરામ ભાઈ ની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી હતી .. મિટિંગમાં વરણી થયેલા જિલ્લા ના હોદ્દેદારો ને ફૂલ હાર કરી સન્માનિત કરી , નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા.તેમજ ઝોને -૫ ના સહ પ્રભારી તરીકે કિશોર ભાઈ ધેડા તેમજ કોર્ડીનેટર તરીકે દીપેન્દ્રસિહ જાડેજા ને નિમણુક આપવામાં આવી હતી – રીપોર્ટ – કચ્છ બ્યુરો ચીફ – ભારતી માખીજાણી સાથે મહેશ રાજગોર