આઇવીઆઇ ગ્રોથ દ્વારા મેગા સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ નું આયોજન
સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહુ ઉદ્દેશિય યોજના સ્ટાર્ટઅપ ને સુરતના માત્ર પ્રતિભાશાળી યુવાનોનો જ નહીં પણ ઇન્વેસ્ટર્સ એ પણ સારો એવો પ્રતિસાદ આપ્યો છે. ત્યારે સ્ટાર્ટઅપ માં રોકાણ કરી નવા નવા સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપનાર આઇવીવાય ગ્રોથ અસોસિયટ દ્વારા આજરોજ મેગા સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ નું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ સમક્ષ રજૂ કરાયા હતા, જેને રોકાણકારોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો.
આ અંગે આઇવીવાય ગ્રોથ અસોસિયટના પ્રતિક તોશનીવાલ જણાવ્યું હતું કે ન્યૂ ઇન્ડિયામાં આજે સ્ટાર્ટઅપ નો દોર શરૂ થયો છે. ત્યારે કેટલાક એવા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે કે જેમનું ભવિષ્ય ખુબજ ઉજ્વળ છે. આ સ્ટાર્ટઅપ માં આઇવીવાય ગ્રોથે તો રોકાણ કર્યું છે પણ સાથે સાથે અન્ય રોકાણકારો પણ તેમાં રોકાણ કરે તે માટે આ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્ટાર્ટઅપ પીચ ડે ઇવેન્ટ માં રજુ કરાયા હતા તેમાં ડિસિવુડ અને કીટો ઇન્ડિયા એવા સ્ટાર્ટઅપ છે કે જેઓ માર્કેટ માં સારૂ એવું પ્રદર્શન કરી રહ્યા છે. કીટો ઇન્ડિયા એ સ્પીકર બ્રાન્ડ છે. જ્યારે અન્ય બે સ્ટાર્ટઅપ માં ઈ મોટારેડ અને ઓનકૂબ હતા. જે પૈકી ઈ મોટારેડ એવું સ્ટાર્ટઅપ છે કે જે પાછલા વર્ષે 70 કરોડ રૂપિયાનું વેચાણ કરી ચૂક્યું છે. જ્યારે ઓનક્યૂબ એ એક કોનટેન્ટ ક્રિયેટર સાથે જ વેબ થ્રી પોઇન્ટ આધારિત એક સ્ટાર્ટઅપ છે જે ખુબજ સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. આ ચારેય સ્ટાર્ટઅપ ના અત્યાર સુધીના પ્રદર્શન અને તેમનું ભવિષ્ય શું રહેશે તે અંગેની માહિતી રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેથી કરીને રોકાણકારો માત્ર રોકાણ જ નહીં કરે પણ સ્ટાર્ટઅપ ને ગ્રો કરે. આ ઇવેન્ટમાં રજુ કરાયેલા ચારેય સ્ટાર્ટઅપ રોકાણકારો ને ખુબજ ગમ્યા હતા અને રોકાણકારો રોકાણ માટે આગળ આવ્યા હતા. સમગ્ર ઇવેન્ટ નું આયોજન ડુમસ રોડ ખાતે એ મોર ખાતે કરવામાં આવ્યું હતું.