આઈડીટીના વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવ્યો ફ્રેન્ડશિપ ડે, ગારમેન્ટ્સ વેસ્ટમાંથી ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવી એક – બીજાને બાંધ્યા

સુરત: ઇન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાઇનિંગ ઍન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા આ વખતે અનોખી રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થિઓએ ઍક બીજા માટે  ગારમેંટ્સ વેસ્ટમાંથી ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવ્યા હતા અને એક – બીજાના હાથ પર બાંધીને ગાઢ મિત્રતાનો સંદેશ આપ્યો હતો.

આઈડીટીના ડાયરેક્ટર અંકિતા ગોયલે જણાવ્યું હતું કે તેમની ઇન્સ્ટીટ્યૂટ ખાતે વિભિન્ન ડેની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ઓગષ્ટ મહીનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાય છે ત્યારે આઇડીટીના વિદ્યાર્થિઓએ આ દિવસની ઉજણવી માટે ખાસ તૈયારી કરી હતી. વિદ્યાર્થિઓએ એક-બીજા માટે ગારમેંટ્સ વેસ્ટમાંથી ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવ્યા હતા. એટલું જ નહીં પણ સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટેજ સામગ્રીનો ઉપયોગ કરી આકર્ષક બેલ્ટ તૈયાર કર્યા હતા. આ ફ્રેન્ડશિપ બેલ્ટ વિદ્યાર્થીઓએ એક – બીજાને બાંધી  ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી હતી.