— આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા વક્તા અને કોર્પોરેટ ટ્રેનર શ્રી સોનુ શર્મા “વિઝન ટુ વિક્ટ્રી” વિષય પર ચોટદાર વક્તવ્ય અને સફળ વ્યક્તિઓના ઉદાહરણો સાથે પ્રેરણાત્મક માર્ગદર્શન આપશે
— કાર્યક્રમમાં એલીગંટ ઓવરસિસ પણ પાર્ટનર તરીકે જોડાશે, વ્યાપાર-ઉદ્યોગમાં સફળતા તેમજ વ્યક્તિગત અને પ્રોફેશનલી ડેવલોપમેન્ટ ઇચ્છતા લોકો માટે આ સેમિનાર ખૂબ જ માર્ગદર્શક અને પ્રેરક બની રહેશે
રાજકોટ : ગ્રોથ સર્કલ સંસ્થા દ્વારા 14મી જુલાઈએ રાજકોટમાં સૌપ્રથમવાર બિઝનેસ મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા આ સેમિનારમાં જાણીતા લીડર વક્તા અને કોર્પોરેટ ટ્રેનર શ્રી સોનુ શર્મા દ્વારા “વિઝન ટુ વિક્ટ્રી” વિષય પર પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવશે.
ગ્રોથ સર્કલની સ્થાપના સુરતના જાણીતા ઉદ્યોગસાહસિક અનિલ જેતવાણીએ જૂન – 2022માં કરી હતી. તેમની સાથે કો ફાઉન્ડર તરીકે સુનીલ ચાપોરકર અને તેજશ મોદી જોડાયા છે. ગ્રોથ સર્કલની ટીમ વિકાસ ઉપર કેન્દ્રિત અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓના પ્રભાવી સર્કલની રચના કરીને તેમને વ્યક્તિગત અને પ્રોફેશ્નલ રીતે વૃદ્ધિ સાધવામાં મદદરૂપ બને છે. આ સંસ્થા એક વિશિષ્ટ મોડલ ઉપર કામ કરે છે, જેનાથી લોકો આવકના વધુ સ્રોતોની રચના કરી શકે તથા તેમની મુખ્ય આવક કરતાં પણ વધુ આવકનો સ્રોત ઉભો કરી શકે.
રાજકોટમાં ગ્રોથ સર્કલ દ્વારા યોજાનારી આ ઇવેન્ટમાં એલીગંટ ઓવરસિસ પણ પાર્ટનર તરીકે જોડાયું છે, જે વર્ષ 2001થી રાજકોટ ખાતે કાર્ય કરે છે. તેના મેનેજિંગ ડિરેકટર – એકેડેમિક તરીકે અનિતા જોન કાર્ય કરે છે અને ત્યાં જ લોરેન્સ વિલિયમ મેનેજિંગ ડિરેકટર – ઓપરેશનની જવાબદારી સાંભળે છે. એલિગંટ ઓવરસિસ દ્વારા કેંડિડેટ પ્રોફાઇલિંગ, જરૂરિયાત અંગેના દસ્તાવેજો વિશે માર્ગદર્શન, અભ્યાસક્રમ અને યુનિવર્સિટી પસંદગી, સ્પોકન ઇંગ્લિશ, IELTS, PTE, SAT, GRE, ફ્રેન્ચનું કોચિંગ, વિઝા અરજી, મુસાફરી અને ફોરેક્સ વ્યવસ્થા, પારદર્શક પ્રવેશ પ્રક્રિયા, પ્રી ડિપાર્ચર ગાઈડન્સ, વિઝા ઇન્ટરવ્યૂની તૈયારી, ફંડિંગ ગાઈદન્સ વગેરે અંગે પણ માર્ગદર્શન આપે છે. રાજકોટ ખાતે તેમની હેડ ઓફિસ છે, જ્યારે સુરતમાં તેમની બ્રાન્ચ ઓફિસ છે.
ગ્રોથ સર્કલના સભ્ય બનવા માટે તેમની વેબસાઇટ (https://grrowthcircle.com/) ની વિઝીટ કરો અને એક સરળ ફોર્મ ભરો. ગ્રોથ સર્કલમાં જોડાવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.
મોટીવેશન સ્પીકર સોનુ શર્મા વિશે માહિતી :
—————————————————–
શ્રી સોનુ શર્મા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા લીડર, વક્તા અને કોર્પોરેટ ટ્રેનર છે. દુનિયાભરમાં તેમના કરોડો ચાહકો અને પ્રશંસકો છે અને સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ છે. ભારતની અનેક જાણીતી કોર્પોરેટ સંસ્થાઓને તેઓ માર્ગદર્શન આપે છે. તેમના પ્રેરણાત્મક વક્તવ્યથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, સાથે જ તેઓ આર્થિક રીતે તેઓ બીજા કરતાં અલગ વિચારતા થયા છે. સોનુ શર્મા પાસે sonusharma.in પરથી પોતાની વેબસાઈટ પણ છે. ડાયનેમિક ઈન્ડિયા ગ્રુપના સ્થાપક સોનુ શર્મા માત્ર પ્રેરક વક્તા જ નથી પણ નેટવર્ક માર્કેટિંગ લીડર, કોર્પોરેટ ટ્રેનર પણ છે. સોનુ શર્મા યુવાઓમાં ખૂબ જ જાણીતા છે તેમના કાર્યક્રમોને સાંભળવા માટે હજારો લોકો ઉમટી પડતા હોય છે. તેમના મોટીવેશનલ કાર્યક્રમમાં આવનાર લોકો પોતાના આર્થિક સ્ત્રોતોને વધારવામાં સફળ થયા હોવાના અનેક કિસ્સાઓ છે. સોનુ શર્મા છેલ્લા 22 વર્ષમાં 22 દેશોમાં 1600 થી વધુ વર્કશોપ અને 3800 ઇવેન્ટ કરી ચૂક્યા છે, જેમાં 44 લાખથી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત 114 દેશોમાં ઓનલાઇન સેમિનાર કરી ચૂક્યા છે.