સુરત: એનઇએસસીઓ ગોરેગાંવ (મુંબઇ) ખાતે 01 ડિસેમ્બર, 2022ના રોજ બ્રેઇન વન્ડર્સ પાવર્ડ યુએમએની ચોથી એજ્યુ લીડર્સ સમીટ ખાતે જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (જીડીજીઆઇએસ)ને ઇનોવેશન ઇન પેડાગોજીકલ પ્રેક્ટિસ બદલ ખૂબજ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમની જુરીએ શાળાના પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાના સક્ષમ નેતૃત્વ હેઠળ જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલને ઇનોવેશન ઇન પેડાગોજીકલ પ્રેક્ટિસિસ બદલ એવોર્ડ એનાયત કર્યો હતો.
બ્રેઇન વન્ડર્સ દ્વારા આયોજિત એજ્યુ લીડર્સ સમીટ શૈક્ષણિક સંસ્થાનો તથા તેમના નેતૃત્વ બદલ સન્માન કરે છે કે જેઓ તેમના સંબંધિત ક્ષેત્રોમાં સર્વોચ્ચ સ્થાને પહોંચવા માટે ખૂબજ સખત પ્રયાસો કરી રહ્યાં છે અને તેનાથી સમાજ અને દેશને લાભ થઇ રહ્યો છે. જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ આ બેન્ચમાર્કને પૂર્ણ કરે છે.
આ સાથે શાળાના ડાયરેક્ટર પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાએ પ્રતિષ્ઠિત અવંતિકા એક્સલન્સ એવોર્ડ 2022 પણ મેળવ્યો છે. તેમના વ્યક્તિત્વ અને પ્રેરણાથી વિદ્યાર્થીઓને અપાર પ્રેરણા મળી છે. તેઓ ઘણાં વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ છે. આ પ્રસંગે 16 નવેમ્બરના રોજ આયોજિત સમારોહમાં તેઓ અમદાવાદમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
શિક્ષણ જગતની વધતી જતી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરીને અવંતિકાએ શૈક્ષણિક સુધારણા માટે અગ્રેસર બનવા માટે શાળાના અગ્રણીઓ અને પ્રિન્સિપાલના યોગદાનને માન્યતા આપવાનું નક્કી કર્યું છે. શાળા શ્રેષ્ઠતા પુરસ્કાર 2022 એવા શિક્ષણવિદોને સન્માનિત કરે છે જેમણે શિક્ષણ માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે કારણ કે તેઓ અન્ય લોકો માટે અનુસરવા માટેનો માર્ગ મોકળો કરે છે.