અમદાવાદના પ્રસિદ્ધ પેગાસુસ ડીલરનું ચોથું આઉટલેટ સુરતમાં શરૂ

સુરત: અમદાવાદના પ્રખ્યાત પેગાસુસ ડીલરનું ચોથું આઉટલેટ હવે સુરતમાં શરૂ કરવામાં આવ્યું છે. રવિવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આઉટલેટનું  ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે સ્માર્ટ સિટી સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.

ગ્લોબ ગ્રુપના રામરતન અગ્રવાલ અને શિવમ ઇન્ફ્રાકોમના સંજય પટેલનું સંયુક્ત સાહસ  તેના ઓટોમોટિવ સાહસો ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં પાવરહાઉસ છે. જેમાં લોજિસ્ટિક્સ, ઓઇલ ફિલ્ડ અને કન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. સુરતમાં પેગાસુસના ચોથા આઉટલેટનું ઉદઘાટન વિવિધ ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા માટે ગ્રૂપની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સુરતમાં આઉટલેટ ખોલવાનો ઉદ્દેશ્ય અહીંના લોકોને શ્રેષ્ઠ સેવાઓની સાથે હાઇ- એન્ડ ઓટોમોટિવ અનુભવ પ્રદાન કરવાનો છે.