ચાર દિવસની આયુષ્યમાન ભારત યોજના આરોગ્ય અને સુખાકારી વિષય બાબતે તાલીમ

જય ભારત સાથે લખવાનું કે આયુષ્યમાન ભારત અંતર્ગત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા સુરત શહેરના સાત ઝોનના 203 શાળાના 372 જેટલા શિક્ષકો પ્રથમ રાઉન્ડમાં તારીખ 21 થી 24 ના ચાર દિવસની આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત શાળાના કિશોર વયના બાળકોના આરોગ્ય અને સુખાકારી વિષય બાબતે સુરત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરના 24 જેટલા મેડિકલ ઓફિસરો દ્વારા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચ ટ્રેનર્સ દ્વારા સુરત શહેરના જુદા જુદા નવ મોડેલ શાળામાં આધુનિક સુવિધા ધરાવતી આઇસીટી ના ઉપયોગો દ્વારા તાલીમ આપી દરેક શાળામાં એક શિક્ષક અને શિક્ષિકા શાળા આરોગ્ય અને સુખાકારી દૂત તરીકે નિમણૂક કરવામાં આવી રહ્યા છે જેઓ આગામી દિવસમાં પોતાની શાળાના અન્ય શિક્ષકોને અને કિશોર વયજૂથ ધરાવતા બાળકોને આ તાલીમ દ્વારા શાળા આરોગ્ય અને સુખાકારીની સાચી દિશા તરફ પ્રયાણ કરવામા મદદરૂપ થશે. શાળાના આ તમામ શિક્ષકો પોતાના ક્લાસના વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મળી આરોગ્યની સાચી જાળવણી અને સાચી દિશા અંગે માર્ગદર્શન આપશે અને પોતાના તેમજ અન્ય વ્યક્તિઓના આરોગ્ય અને સુખાકારી બાબતે પોતે મેળવેલા જ્ઞાનનું શેરિંગ પણ કરશે આવું કરવાથી શાળામાં ભણતા 10 થી 19 વર્ષના કિશોર વયના બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્ય બાબતે સમાજમાં જાગૃતિ લાવશે અને સાથે સાથે એક તંદુરસ્ત સમાજ ના નવનિર્માણ તરફ એક સુંદર મજાનું પ્રયાણ થશે.