સુરત: એચ.આર. અને સ્ટ્રેટેજી કન્સલ્ટિંગમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવતી સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગ દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ DRISHTI SME HR એવોર્ડ સમારોહ અને પેનેલ ડીશક્સનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાય હતા અને સાર્થક પેનલ ડીશક્સન કરવામાં આવ્યું હતું.
દૃષ્ટિ એ એક SME HR એવોર્ડ છે. જેમાં સૌ પ્રથમ સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગની એચ આર કન્સલ્ટિંગની ટીમ દ્વારા નોમીનેટેડ કંપનીઓમાં એચ.આર. ક્ષેત્રનું ઓડિટ કરવામાં આવ્યું હતું અને આ એચ. આર. ઓડિટના રિઝલ્ટ ના સ્વરૂપે દરેક કંપનીની એચ.આર.ની બેસ્ટ પ્રેક્ટીસીસ સમજીને એવોર્ડ માટે નામાંકીત કરવામાં આવ્યા હતા. જેમાં 100 થી વધુ કંપનીઓમાંથી 5 કંપનીને એવોર્ડ એનાયત કર્યા હતા.
ડુમસ રોડ સ્થિત અમોર હોટેલ ખાતે યોજાયેલ એવોર્ડ સમારોહમાં બેસ્ટ એમ્પ્લોયી રીટેંશન એવોર્ડ FYNXT, બેસ્ટ ટ્રેનિંગ એન્ડ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ એવોર્ડ ગ્રોઇટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને , બેસ્ટ એચઆર પોલિસી એવોર્ડ એમીનેન્ટ કારર્સ પ્રાઇવેટ લિમિટેડને, બેસ્ટ રીવોર્ડ એન્ડ રિકોગનીશન એવોર્ડ વેલોકસ ઓટોમેશનને અને ઈમજિંગ રિવોર્ડ એન્ડ રિકોગનિશન એવોર્ડ સામર્થ્ય ગૃપને આપવામાં આવ્યો હતો. એવોર્ડ સમારોહ બાદ કીનોટ સ્પીકર તરીકે મેનફોર્ડના ફાઉન્ડર આનંદ ડેવિડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ વિષયો પર પેનલ ડીશકસન યોજાયું હતું. જેમાં પેનલિસ્ટ તરીકે સુરતના ડેપ્યુટી લેબર કમિશનર એમ. સી. કારિયા, સુમિકોટ લિમિટેડના ડાયરેક્ટર રાકેશ સોમાણી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના CHCO ડૉ. નીરવ મંદિર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હ્યુમન રિસોર્સ Ex AVP રાજેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. પેનલ ડીશક્સન દરમિયાન વ્યવસાયના 4P ના સંદર્ભમાં “લોકો પ્રથમ” ફિલસૂફી (લોકો, નફો, હેતુ, ઉત્પાદન), માનવ સંસાધનોની જાળવણી અને વિકાસને સુનિશ્ચિત કરવા પરંપરાગત અને નવા બિઝનેસ બંને દ્વારા અનુસરવામાં આવતી સફળ એચઆર પ્રેક્ટિસ, એચઆર વ્યૂહરચનાઓ કેવી રીતે અનુકૂલિત થાય છે, એસએમઈથી લઈને અર્ધ- કોર્પોરેટ અને કોર્પોરેટ સુધીની સંસ્થાઓમાં એચઆર પ્રેક્ટિસના સાર્વત્રિક મહત્વ જેવા વિષયો પર સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. કિનોટ તરીકે ઉપસ્થિત આનંદ ડેવિડએ જણાવ્યું હતું કે એચઆર એક્સેલન્સ અનલૉક કરવું લાંબા સમય સુધી બજારમાં ટકાવી રાખવા માટે ટોપ ટુ બોટમ એપ્રોચથી બોટમ ટુ ટોપ એપ્રોચના પરંપરાગત પિરામિડ સ્ટ્રક્ચરને ફ્લિપ કરવું જોઈએ.
સમગ્ર આયોજનમાં સ્ટ્રેટેફિક્સના કો ફાઉન્ડર મુકુલ ગોયલ,ચિરાગ પટેલ, બિઝનેસ પાર્ટનર અનુપમા સુલતાનીયા, ડિમ્પલ શાસ્ત્રી અને માર્કેટિંગ હેડ આલોક વર્માની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ઇવેન્ટના અસોસિએટ પાર્ટનર સુરતની કોર્પોરેટ કનેક્શન, ક્રિએટિવિટી ઇવેન્ટસ્, પ્રાઇમેક્સ મીડિયા સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ અને જે. મહેતા એન્ડ કંપની હતા.