આઈઆઈએફડી ખાતે દિવાળીની ઉજવણી

સુરત: ફેશન ડિાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈઆઈએફડી ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. IIFD ના ડાયરેક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સતત ત્રણ દિવસ સુધી વિભિન્ન કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેજર હન્ટ, રંગોળી સ્પર્ધા, દિયા થાળી સજાવટ સ્પર્ધા વગેરે સામેલ હતી. સાથે જ ફૂડ ફેસ્ટિવલ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી. સેલિબ્રેશન ના અંતે સૌ વિદ્યાર્થીઓને દિવાળીની ગિફ્ટ આપી શુભકામના પાઠવવામાં આવી હતી