– યુવાશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૩ હજારથી વધુ લોકોઍ ભાગ લીધો
સુરત. જરૂરીયાતમંદોની સેવા માટે સેવા ઍજ સંસ્કારના ધ્યેય સાથે છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત યુવાશક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારસ પાંધીઍ લોકોને પોતાના વક્તવ્યથી જીવન જીવવાની સાચી કળા શિખવી હતી.
યુવાશક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ના જણાવ્યા મુજબ જરૂરીયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે ૧૭ વર્ષ પહેલા યુવા શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દાત ઓ ના સહયોગથી સેવા યજ્ઞ અવિતરત ચાલી રહ્યું છે. ગ્રુપ દ્વારા જરૂરીયાતંદોને મેડિકલ સહાય, વિદ્યાર્થિઓને શિક્ષણમાં મદદ કરવી, વિધવા બહેનો ને પગભર બનાવવા અને ગરીબ જરૂરીયાતમંદોને અનાજ કરિયાણાની કીટ નું વિતરણ કરવામાં આવે છે. સાથે જ લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે ઍ માટે પણ વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ યુવાશક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટીવેશનલ સ્પીકર પારસ પાંધીના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ લોકોઍ ભાગ લીધો હતો. પારસ પાંધીઍ પોતાના વક્તવ્ય અને વિવિધ દૃષ્ટાંતો આપીને સારૂ અને સફળ જીવન જીવવાની કળા શિખવી હતી.