ઉત્કૃષ્ટતાનો પડઘોઃ ભગવાન મહાવીર યુનિવર્સિટીના પદવીદાન સમારંભની ગૂંજ

તાજેતરમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીના ત્રીજા કોન્વોકેશન (દીક્ષાંત સમારંભ) ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભ ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે પ્રતિષ્ઠિત મહેમાનો, ફેકલ્ટી મેમ્બર્સ અને ગૌરવ અનુભવતા પરિવારોની ઉપસ્થિતિમાં ખૂબ જ હર્ષ અને ઉત્સાહ સાથે શરૂ થયો હતો. પરંપરાગત શૈક્ષણિક પોશાકમાં સજ્જ ગ્રેજ્યુએટ્સ તેમની આકરી મહેનતથી મેળવેલી ડિગ્રી મેળવવા માટે સ્ટેજ પર આવ્યા ત્યારે સમગ્ર માહોલ અપેક્ષા અને ગર્વથી છલકાઈ ગયો હતો. ઉપસ્થિત લોકોને સંબોધતા યુનિવર્સિટી પ્રોવોસ્ટે ભવિષ્યના લીડર્સને ઘડવામાં જ્ઞાન, દ્રઢતા અને અખંડિતતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સમારંભ બૌદ્ધિક વિકાસને પોષવા તથા આજીવન શીખવાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ભગવાન મહાવીર યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

આ સમારંભના જાણીતા મુખ્ય અતિથિ તરીકે આસામના માનનીય ગવર્નર ગુલાબચંદ કટારિયા હતા જેમની ઉપસ્થિતિએ આ સમારંભની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. આ પદવીદાન સમારંભ ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં અનેકવિધ પ્રસંગો અને ઉપસ્થિત તમામ લોકો માટે યાદગાર અનુભવ સુનિશ્ચિત કર્યો હતો.

આ પદવીદાન સમારંભ દરમિયાન યુનિવર્સિટી ખાતે તેમની શૈક્ષણિક સફરની સમાપ્તિ સાથે લાયક ગ્રેજ્યુએટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગ્રેજ્યુએટ્સને તેમની આકરી મહેનત, સમર્પણ તેમજ સિદ્ધિઓ માટે સન્માનિત કરાયા હતા અને તેમને તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા તરફના માર્ગે વાળ્યા હતા.

આ કોન્વોકેશન કાર્યક્રમ પછી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની વિવિધ પ્રતિભાઓ દર્શાવવા માટે તૈયાર કરાયેલી ઇવેન્ટ સ્પંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતથી ડાન્સ, નાટકથી કવિતા સુધી વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની અભિવ્યક્તિ દ્વારા તેમની રચનાત્મક ક્ષમતાઓ દર્શાવી હતી. ઉપસ્થિત પ્રેક્ષકો તેમના પર્ફોર્મન્સથી મંત્રમુગ્ધ થયા હતા અને વિદ્યાર્થીઓએ ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સંસ્કૃતિ અને કળાત્મક પ્રતિભા દર્શાવી હતી.

આ સમારંભે વિદ્યાર્થીઓને તેમના સાથીઓ, ફેકલ્ટી તથા માનવંતા અતિથિઓને તેમની પ્રતિભાઓ સાથે ચમકવા અને દર્શાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. પરંપરાગત શિક્ષણથી આગળ વધીને તેના વિદ્યાર્થીઓની પ્રતિભાઓને પોષવા તથા સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે.

પોતાના વક્તવ્યમાં ગુલાબ ચંદ કટારિયાએ વિદ્યાર્થીઓ માટે સમાવેશક માહોલ પૂરો પાડવા તથા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવામાં તેમના પ્રયાસો બદલ યુનિવર્સિટીની સરાહના કરી હતી. તેમણે આજના ઝડપથી બદલાતા વિશ્વમાં નવીનતાને પ્રોત્સાહન તથા પ્રતિભાઓના જતનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કોન્વોકેશન અને સ્પંદન ઇવેન્ટ ખૂબ જ શ્રેષ્ઠ રીતે સંપન્ન થયા હતા જેણે ઉપસ્થિત સૌ કોઈ પર અમીટ છાપ છોડી હતી. ગ્રેજ્યુએટ્સ હવે ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે તેમના સમય દરમિયાન મેળવેલા જ્ઞાન, કુશળતા અને વિશ્વાસ સાથે તેમની નવી સફર પર નીકળ્યા છે ત્યારે તેઓ તેમની સિદ્ધિઓ તથા તેમણે બતાવેલી પ્રતિભાની કદી ન ભૂલાય તેવી ઊજવણીની યાદો લઈ જઈ રહ્યા છે.

ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ અને સ્પંદન કાર્યક્રમે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, રચનાત્મકતા તથા સર્વાંગી વિકાસના સિદ્ધાંતોનું ઉદાહરણ આપ્યું છે. આ સાહસો થકી યુનિવર્સિટી ન કેવળ તેના વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઊજવણી કરે છે પરંતુ વિકાસ તથા નવીનતાના સમાવેશક માહોલને પ્રોત્સાહન આપવા તથા પ્રતિભાઓના જતન માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કરે છે. ઊજવણીઓ પૂરી થઈ છે ત્યારે સન્માન તથા યાદોની ગૂંજ સંભળાતી રહેશે અને ઉત્કૃષ્ટતા માટે અને સમાજમાં અર્થપૂર્ણ પ્રદાન કરવા માટે ભાવિ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.