ભૂલકાઓ પહોંચ્યા વિઝીટ કરવા

ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ચેમ્પ કિડ્સ પ્રિ સ્કૂલના બાળકોને વિઝીટ કરવામાં આવી બાળકોમાં જે પોલીસની કામગીરી થી માહિતગાર થાય રહે તે હેતુ થી આ વિઝીટ સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવી. ડભોઇ પોલીસ પ્રજાના મિત્ર છે આજે આઝાદી આ અમૃત મહોત્સવ અને સુરક્ષા સેતુ સોસાયટી ના ઉપક્રમે બાળકોમાં પોલીસ પ્રત્યે ની કામગીરીનું માર્ગ દર્શન મળે એ માટે પી.આઈ.એસ.જે.વાઘેલા તેમજ ડભોઇ શી ટિમ ની હાજરી મા ડભોઇની ચેમ્પ કિડ્સ પ્રિ સ્કૂલ ના નાના નાના ભૂલકાઓ ને પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવામાં આવી આ પ્રસંગે ચેમ્પ કિડ્સ ના શિક્ષકો તેમજ ડભોઇ પોલીસ સ્ટેશન ની ટિમ હાજર રહી બાળકો ને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કર્યું તેમજ નાના ભૂલકાઓ ને પોલીસ અંગે માર્ગ દર્શન આપ્યું હતું