બિઈંગ એક્પોર્ટરનો બૂટ કેમ્પ 3.0 મહત્વાકાંક્ષી નિકાસકારોમાં નવી માન્યતા પ્રેરિત કરે છે

સુરત – નિકાસ માર્ગદર્શન અને સમર્થન ક્ષેત્રે અગ્રણી પ્લેટફોર્મ બિઈંગ એક્સપોર્ટરે તાજેતરમાં ગોવામાં અત્યંત સફળ બૂટ કેમ્પ 3.0નું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર રાષ્ટ્ર તથા બહારનાં અનુભવી તથા મહત્વાકાંક્ષી નિકાસકારો એકસાથે આવ્યા હતા.

બૂટ કેમ્પ 3.0એ 128 સહભાગીઓનાં વૈવિધ્યસભર ગ્રુપ માટે જોડાવા, સહયોગ કરવા તથા નિકાસની દુનિયામાં અમૂલ્ય આંતરદૃષ્ટિ મેળવવા માટેની એક વિશિષ્ટ તક હતી. નોર્થ ગોવાની 5-સ્ટાર પ્રોપર્ટી પાર્ક રેજીસ ખાતે આયોજીત નેશનલ મિટનો મુખ્ય હેતુ અસરકારક ગોલ સેટિંગ, પ્રોડક્શન ફાઇનલાઇઝેશન, બાયર આઇડેન્ટીફિકેશન, સેલ્સ પ્લાનિંગ, બેંકિંગ અને ફંડિંગનાં માર્ગો અને નિકાસ વ્યવસાયના અન્ય પાસાઓ જેવા સાધનો સાથે સફળ નિકાસ સાહસો માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવાનો હતો.

સહભાગીઓ પાસે જેમણે ખૂબ જ ઓછાથી શરૂઆત કરી હતી અને હવે બિઈંગ એક્સપોર્ટર ઇવેન્ટ્સ દરમિયાન શીખેલી વિવિધ બાબતોને અમલમાં મૂકીને 20, 30 અને 50% નો નફો મેળવી રહ્યા છે, તેવા અનુભવી નિકાસકારો જોડાવાની તક હતી.

સહભાગીઓ કેટલાક નિકાસકારો સફળતાપૂર્વક એડવાન્સ પેમેન્ટ સાથે મટીરિયલ્સ મોકલે છે એ જાણીને પ્રભાવિત થયા હતા, જે નિકાસનાં વ્યવસાયની ક્ષમતા દર્શાવે છે. તેઓ એ જાણીને પણ અચંભિત હતા કે કેટલાક નિકાસકારો કોઇપણ મોટા રોકાણ વગર જ માત્ર ઉત્પાદકો સાથે જોડાણ કરીને સફળ નિકાસ વ્યવસાયને આગળ ધપાવી રહ્યા છે. અનુભવો શેર કરવા અને અનુભવી નિકાસકારો સાથે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાથી સહભાગીઓમાં નવી માન્યતા અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો હતો.

બિઈંગ એક્સપોર્ટરનાં ફાઉન્ડર ભગીરથ ગોસ્વામીએ બૂટ કેમ્પ દરમિયાન પરિપૂર્ણ નિકાસકારો સાથે સહભાગીઓને માર્ગદર્શન આપ્યું હતું. સેલ્ફ મેડ નિકાસકારોએ સહભાગીઓને અમૂલ્ય જ્ઞાન આપતાં તેમની સફર તથા તેમણે શીખેલા પાઠ વિશે પણ વાત કરી હતી.

ગોસ્વામીએ કહ્યું કે, “બૂટ કેમ્પ 3.0નો મુખ્ય હેતુ સહભાગીઓને નિકાસ વ્યવસાય વિષે વ્યાપક સમજ અને નિકાસકારો વચ્ચે નેટવર્કિંગને પ્રોત્સાહન આપવાનો છે. અમે સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા અને તણાવને દૂર કરવા માટે મેડિટેશન, ગ્રાઉન્ડિંગ સેશન્સ અને મનોરંજક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કર્યો હતો. સહભાગીઓ કેમ્પ દરમિયાન તેમને મળેલા વ્યવહારુ જ્ઞાન ખૂબ જ ખુશ હતા તથા કેવી રીતે ઇવેન્ટે તેમને તેમના લક્ષ્યો અને આકાંક્ષાઓને વિસ્તૃત કરવામાં મદદ કરી તે જણાવ્યું હતું. બિઈંગ એક્સપોર્ટરનો ઉદ્ધેશ આ જ છે. અમે લોકોની માન્યતાઓમાં બદલાવ લાવીને તથા તેને જ્ઞાન અને સફળતા માટે જરૂરી સમર્થનથી સજ્જ કરીને દેશનાં વિકાસમાં યોગદાન આપવા માંગીઓ છીએ. ”

બૂટ કેમ્પ 3.0 નિકાસકારો અગાઉનાં બૂટ કેમ્પ્સ તથા બિઈંગ એક્સપોર્ટર દ્વારા આયોજીત અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઇને પ્રાપ્ત કરેલ સફળતાઓની વાર્તાનું સાક્ષી રહ્યું છે. ગોવા બૂટ કેમ્પ દ્વારા સહભાગીઓમાં નિકાસ વ્યવસાયની ઊંડી સમજ અને સફળ થવાનો નિર્ધાર પ્રેરિત થાય છે.

બિઈંગ એક્સપોર્ટરે તેનાં પહેલા બૂટ કેમ્પનું આયોજન ફેબ્રુઆરીમાં દમણમાં કર્યું હતું, બૂટ કેમ્પ 2.0નું આયોજન જૂનમાં મુંબઇમાં કર્યું હતું તથા ગોવા બૂટ કેમ્પ અગાઉ સુરતમાં ઓગસ્ટમાં નેશનલ મીટનું આયોજન કર્યું હતું.