સુરતની હાઈ ટેક સ્વીટ વૉટર ટેકનોલોજી કંપનીનો હવે યુરોપની માર્કેટમાં પ્રવેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, ક્લીન વૉટર અને મેક ઈન ઈન્ડિયા અભિયાનને સાકાર કરવા વિજય શાહ એન્ડ ફેમીલી સતત પ્રયાસ કરી રહી છે

સુરત. દેશના ખૂણે ખૂણે લોકોને ક્લીન વૉટર મળી રહે તેવા લક્ષ્ય સાથે 1999માં સુરત ખાતે નાના પાયે શરૂ થયેલી હાઈ ટેક સ્વીટ વૉટર ટેકનોલોજી કંપની આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. કંપની હવે યુરોપ તરફ કંપનીએ ડગલાં આગળ વધાર્યા છે. તાજેતરમાં જ યુરોપ ખાતે યોજાયેલ એકવાટેક ટ્રેડ એક્સીબીશનમાં પણ હાઈ ટેક કંપનીએ ભાગ લીધો હતો.

હાઈ ટેક સ્વીટ વૉટર ટેકનોલોજીના સંચાલક વિજય શાહે જણાવ્યું હતું કે હાઈ ટેક કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારત, ક્લીન વૉટર અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને સફળ બનાવવા માટે આગળ વધી રહી છે. વર્ષ 1999માં એક નાના પાયે કંપનીની શરૂઆત કરવામાં આવી હતી. આજે કંપનીમાં 2000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એટલે કે 2000 પરિવારો કંપની સાથે જોડાયેલા છે. કંપની હવે યુરોપના માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે તાજેતર અમસ્ટર્ડામ ખાતે યોજાયેલ એકવાટેક એક્સીબીશનમાં પણ કંપનીએ ભાગ લીધો હતો. હાઈ ટેક કંપનીના સ્ટોલ પર અનેક ઇન્કવાયરી મળી હતી. આ એક એવી એક્સીબીશન સિરીઝ છે કે જ્યાં સ્વરછ પાણી માટેના ઉપકરણોનો વેપાર કરતા વિશ્વભરના વ્યવસાયિકો જોડાયા છે અને નવી નવી ટે્નોલોજી અને ઈનોવેશન ને રજૂ કરવામાં આવે છે. હાઈટેક કંપનીનું શરૂઆતથી એજ લક્ષ્ય છે કે સૌને ક્લીન વૉટર મળે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનનું સપનું સાકાર કરવામાં કંપનીનું મહત્વનું યોગદાન હોય અને દેશમાં રોજગાર સૃજન માં પણ કંપની પોતાની ભૂમિકા ભજવે. આજે એ જ લક્ષ્ય સાથે હાઈ ટેક કંપની આગળ વધી રહી છે અને 2000 પરિવારો કંપની સાથે જોડાયેલા છે અને આ પરિવાર વધુ વિશાળ થાય તે માટે કંપની સતત પ્રયાસ કરી રહી છે.

વધુમાં જણાવ્યુ હતું કે તાજેતરમાં કંપનીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. હાઈ ટેક કંપનીના સંચાલક શાહ દંપતી લોન ચૂકવ્યા વગર અમેરિકા ભાગી ગયું એવા તથ્ય વિનાના સમાચારો પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થયા હતા. આજે અમે આપ સૌની સામે છે તો કેવી રીતે અમે ભાગી ગયા એમ કહી શકાય. ખુદ બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરાયું છે કે હાઈ ટેક કંપની એ બેંકના એક સારા ક્લાઈન્ટ માંથી એક છે. કંપની આજે પણ એટલી જ સક્ષમ છે અને તેનું પ્રમાણ છે કે કંપની હવે યુરોપમાં વિસ્તરણ કરવા જઈ રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે કશ્યપ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના હિરેન ભાવસાર દ્વારા આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેઓ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ સાથે વ્યવસાયિક વિવાદોનો ઇતિહાસ ધરાવતી વ્યક્તિ છે. વધુમાં, ભૂતકાળમાં કૈલાશ લોહિયાએ કંપનીના બિહાર વોટર પ્રોજેક્ટમાં છેતરપિંડી કરી હતી. પ્રોજેક્ટ માટે સબ-પાર સોલાર પેનલ્સ/પંપ હિરેન ભાવસાર દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. કૈલાશ લોહિયાએ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ ગ્રુપ કંપનીના શેર ગેરકાયદેસર રીતે તેમના નામે ટ્રાન્સફર કર્યા હતા અને તેમની પત્ની દિશા લોહિયાના નામે નોંધપાત્ર ફંડનો દુરુપયોગ કર્યો હતો. કંપની દ્વારા કૈલાશ લોહિયા સામે આ અંગે ફોજદારી કેસ પણ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતા જેલવાસ ભોગવ્યો છે અને હાલ આ કેસમાં જામીન પર છૂટ્યા છે. કંપનીને ખોટી રીતે બદનામ કરવાના મામલે કંપની દ્વારા તાજેતરમાં હિરેન ભાવસાર, કૈલાશ લોહિયા અને કશ્યપ ઇન્ફા ટેક સામે હાઈ ટેક સ્વીટ વૉટર કંપની દ્વારા સુરતની કોર્ટમાં 500 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ કરવામાં આવ્યો છે.