જૂનાગઢ રેંજના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા તમામ થાણા અમલદારશ્રીઓને પો.સ્ટે./કચેરી ખાતે આવતા અરજદારને શક્ય તે તમામ મદદ કરવા સૂચના કરેલ હોય, જૂનાગઢ શહેરમાં માહે ૧૨-૨૦૨૨ માં અરજદાર વિરેન કામલીયાનો રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો CANON 200D ડિજીટલ કેમેરા ખોવાઈ ગયેલ તેમજ અરજદાર લખમણભાઇ ભારાઈનું રૂ. ૪૧,૫૦૦/- નું રોકડ રૂપિયાનું બંડલ રસ્તામાં પડી ગયેલ, બંને કિસ્સામાં જૂનાગઢ પોલીસ દ્વારા સંવેદના દાખવી બનાવ બન્યો તે દિવસે જ ભેદ ઉકેલી બને અરજદારોને પોતાની ખોવાયેલ માલ મિલકત શોધી અને તે જ દિવસે પરત કરી દીધેલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.એમ.વાઢેર, પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પી.એસ.આઇ. એસ.કે.ગઢવી, સહિતના પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવી, સીસીટીવી ફુટેજ આધારે ઝીણવટ ભરી તપાસ કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે, તે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે, આમ, જૂનાગઢ પોલીસ દ્વારા સંવેદના દાખવી અને પોતાની વસ્તુ ગુમ થયેલ હોય તો શું પરિસ્થિતિ થતી હોય છે? એનો ખ્યાલ રાખી અને શોધવામાં મદદ કરેલ હતી
આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ખોવાયેલ વસ્તુ શોધવામાં ટેક્નિલોજીનો ભરપૂર ઉપયોગ કરી, જે દિવસે ડીજીટલ કેમેરા તથા રોકડ રૂ. ના બંડલ સહિતની વસ્તુ ગુમ થયેલ તે જ દિવસે ખોવાયેલ ડીજીટલ કેમેરા તથા રોકડ રૂ. ના બંડલ સહિત કુલ ૧,૦૧,૫૦૦/- ની કિંમતના મૂલ્યની વસ્તુ શોધી અરજદારોને એ જ દિવસે પરત કરેલ હતી.
જૂનાગઢ રેંજના આઈજી શ્રી મયંક સિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ જિલ્લામાં ઇ ગુજકોપ પ્રોજેકટ અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના જૂનાગઢ એ ડિવિઝનના પી.આઇ. શ્રી એમ.એમ. વાઢેર, નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, જુ. તાલુકા પી.એસ.આઇ. એસ.એ.ગઢવીની ઇ-કોપ એવોર્ડ જાન્યુઆરી 2023 માટે પસંદગી કરવામાં આવેલ છે, જે પૈકી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ ને અગાઉ માહે ૨૦૨૧ માં પણ ઇ કોપ એવોર્ડ મળેલ હતો, તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને તેમની સમગ્ર ટીમને ૮ વખત ડી.જી.પી સાહેબ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ એમ પી.એસ.આઇ. પી.એચ. મશરૂ ને ડી.જી.પી શ્રી દ્રારા ફકત બે વર્ષમાં ૧૦ મી વખત ગાંધીનગર ખાતે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ, જે ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ પ્રથમ ઘટના હશે, આ સિદ્ધિ ગુજરાત પોલીસ અને જૂનાગઢ જિલ્લાના પોલીસના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે,ત્રણેય પોલીસ અધિકારીઓ આજરોજ ડીજીપી કચેરી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સહાય ના હસ્તે ઇ-કોપ એવોર્ડ સ્મૃતિ ચિન્હ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા…..
જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના પી.આઇ. શ્રી એમ.એમ. વાઢેર, પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, પી.એસ.આઇ. એસ.એ.ગઢવી તથા ની ઇ-કોપ એવોર્ડ જાન્યુઆરી 2023 માટે પસંદગી કરી, એવોર્ડ એનાયત કરવામાં આવતા, પોલીસ અધિકારીઓને જૂનાગઢ રેંજના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી હિતેષ ધાંધલ્યા, કેશોદ ડીવીઝનના ડી.વાય.એસ.પી દ્વારા બી.સી. ઠક્કર, હેડ કવા. ડી.વાય.એસ.પી શ્રી એ.એસ.પટણી તેમજ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે….