જૈન સ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘ ના એકાદશમ અધિશાસ્તા આચાર્ય શ્રી મહાશ્રમણ જી ના સાનિધ્ય માં સુરત માં આવનારી 23 એપ્રિલે અક્ષય તૃતીયા અવસર પર 1111 થી વધારે વર્ષીતપ પારણાં થવા જઇ રહ્યા છે, તેમજ 21 એપ્રિલ થી 5 મે સુધી આચાર્ય પ્રવર ના પંદર દિવસ ના પ્રવાસ માં વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમ થશે. આજે સુરત થી 31 બસો માં 2100 થી વધારે શ્રદ્ધાળુ અમરાઈવાડી અમદાવાદ માં બિરાજિત આચાર્ય શ્રી મહાશ્રમણ જી ના દર્શનાર્થે પહોંચ્યા. જ્યાં આચાર્ય શ્રી દ્વારા અણુવ્રત યાત્રા નું દાયિત્વ અમદાવાદ પ્રવાસ વ્યવસ્થા સમિતિ થી અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરત ને હસ્તાંતરિત કરવામાં આવ્યું.
મુખ્ય પ્રવચન માં પૂજ્ય પ્રવરે એમના મંગલ ઉધબોધન માં શ્રાવક સમાજ ને પ્રેરણા આપતા ફરમાયું – ખરાબ બોલવું નહિ, ખરાબ દેખવું નહિ અને સાથે ખરાબ વિચારવું પણ નહિ. આચાર્ય પ્રવરે પ્રેરણા આપી કે ભૌતિક કાર્યો સાથે આધ્યાત્મિક કાર્યો પર પણ વિશેષ ધ્યાન આપો.
પૂજ્ય પ્રવરે દાયિત્વ સ્વીકરણ ના સંદર્ભ માં મંગલપાઠ અને આશીર્વચન પ્રદાન કરતા કીધું કે સુરત માં અમારી પંદર દિવસ ની યાત્રા નિર્ધારિત છે, સુરત માં ખુબ સારું આધ્યાત્મિક અને ધાર્મિક કાર્ય થાય.
આ અવસર પર આચાર્ય મહાશ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરત નું પણ થીમ સોન્ગ લોન્ચ થયું.
આચાર્ય મહાશ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ, સુરત અધ્યક્ષ સંજય સુરાના, મહામંત્રી નાનાલાલ રાઠોડ, સ્વાગતાધ્યક્ષ સંજય જૈન, તેરાપંથી સભા સુરત અધ્યક્ષ નરપત કોચર, તેરાપંથ મહિલા મંડળ સુરત અધ્યક્ષ રાખી બૈદ, તેરાપંથ યુવક પરિષદ સુરત અધ્યક્ષ અમિત શેઠિયા, જસકરણ ચોપડા અને ચંપક ભાઈ મહેતાએ એમના ભાવો ની અભિવ્યક્તિ આપી.