સિલ્ક ઇન્ડિયા એક્સપોમાં સમર કલેક્શને જમાવ્યું લોકોમાં આકર્ષણ

સુરત: એક તરફ લગ્નસરાની સિજન ચાલી રહી છે અને ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત ના ફેશન પ્રેમીઓ માટે સિટીલાઈટ એરિયા માં આવેલ અગ્રસેન ભવનમાં સમર કલેક્શન સાથે સિલ્ક ઇન્ડિયા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. 25 માર્ચ થી 2 એપ્રિલ સુધી આયોજિત એક્સ્પોને શરૂઆતના ત્રણ દિવસમાં જ લોકો તરફથી ભવ્ય પ્રતિસાદ મળ્યો છે તે જોતાં આગામી દિવસોમાં મુલાકાતીઓની સંખ્યા બમણી થઈ જશે. એક્સ્પો માં દેશના વિવિધ રાજ્યોના વિખ્યાત વણકરો દ્વારા તૈયાર કરાયેલી સાડીઓ, સુટ અને ડ્રેસ મટીરીયલ ઉપલબ્ધ છે. ખાસ કરીને હાથ વણાટ ના વસ્ત્રો અને વાજબી કિંમત મુલાકાતીઓને આકર્ષી રહી છે.
25 માર્ચથી શરૂ થયેલા એક્સ્પોમાં અલગ અલગ રાજ્યો બિહાર, ગુજરાત, આસામ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોએ ભાગ લીધો છે. અહીં નિપુણ કારીગરો દ્વારા તૈયાર કરાયેલ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય વેરાયટી, ડિઝાઇન, પેટન્ટ, કલર કોમ્બિનેશનનું અઢળક કલેક્શન છે. જેમાં બનારસી, પટોળા, પૈથની, ઉપાડા, તમિલનાડુ નું કોઇમ્બુતર સિલ્ક, કાંજીવરમ સિલ્ક, કર્ણાટક ની બેંગલુરુ સિલ્ક, આંધ્ર પ્રદેશની કલમકરી, પોચંપલ્લી, મંગળગીરી, ડ્રેસ મટીરીયલ અને ઉપાડા , ગડવાલ, ધર્મા વ્રામ, પ્યોર સિલ્ક વગેરે સામેલ છે. સાથે જ કોટનનું કલેક્શન પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ફેશન જ્વેલરી અને હોમ ફરનીશિંગ ની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. સાથે લગ્નસરા માટે ખાસ સિલ્ક ની સાથે જ કોટન ફેબ્રિકમાં આવેલ લેટેસ્ટ વેરાયટી ઉપલબ્ધ છે. એક્સ્પોનો સમય સવારે 11 થી સાંજે 8:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.