BNI દ્વારા અમોર ખાતે ભારત સ્ટાર્ટઅપ સેશન બાદ સરસાણા ખાતે ધી સુરત બિઝ ફેસ્ટનું બે દિવસીય એક્ઝીબીશન યોજાયું
10 હજારથી વધુ વ્યવસાય માલિકો, 500 થી વધુ બિઝનેસ એન્ટિટી, 45 થી વધુ સ્પીકર, 130 થી વધુ અગ્રણી પ્રદર્શકો, 200થી વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને 40 થી વધુ BNI ઇન્ડિયા રીજનના સહભાગીઓ એ ભાગ લીધો
સુરત: BNI ગ્રેટર સુરત વિશ્વના ટોચના પ્રદર્શન કરનારા પ્રદેશોમાંનું એક છે. ત્યારે BNI દ્વારા ટ્રાયમ રિયલ્ટી અને CRMONE ની સાથે મળી સુરતના આંગણે પહેલી વખત ધી સુરત બિઝ ફેટનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 માર્ચના અમોર ખાતે ભારત સ્ટાર્ટઅપ ને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરસાણા કનવેશન સેન્ટર ખાતે પ્લેટિનમ હોલ ખાતે બે દિવસીય એકઝીબીશન અને વિવિધ વિષયો પર વિશેષ વકતાઓના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ગૌરવ સિંઘવી એ જણાવ્યું હતું કે સરસાણા ખાતે થયેલ બે દિવસીય આ આયોજનમાં 10 હજારથી વધુ વ્યવસાય માલિકો, 500 થી વધુ બિઝનેસ એન્ટિટી, 45 થી વધુ સ્પીકર, 130 થી વધુ અગ્રણી પ્રદર્શકો, 200થી વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને 40 થી વધુ BNI ઇન્ડિયા રીજનના સહભાગીઓ એ ભાગ લીધો હતો. બે દિવસીય બિઝ ફેસ્ટ માં જાણીતા મુખ્ય વક્તાઓ અને ઇન્ડસ્ટ્રી લીડર દ્વારા ઓફર કરાતા માસ્ટર ક્લાસ આયોજિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટની થીમ ‘ઇનોવેટ, ઇમ્પેક્ટ, ઇન્સ્પાયર’ રાખવામાં આવી હતી.
BharatPe ના એક્સ- CTO વિજય અગ્રવાલ, 91Springboard ના સહ-સ્થાપક અને 91Venturesના સ્થાપક પ્રણય ગુપ્તા, અને EMIZAના સંદીપ દિનોડિયા CPTO અને એક્સ CTO PICKRR ‘ ટ્રાન્સફોર્મિંગ ટ્રેડિશનલ બિઝનેસિસ થ્રુ ટેક્નોલોજી’ પર વક્તવ્ય આપ્યું હતું. તો ‘બિયોન્ડ ક્રપ્ટોકરન્સીઃ ધી રિયલ વર્લ્ડ એપ્લીકેશન્સ ઑફ વેબ3/બ્લોકચેન ટેક્નોલોજી’ પર યુનિવર્સલ લીગલના સ્થાપક અને એન્જલ ઇન્વેસ્ટર અપૂર્વ અગ્રવાલ તેમજ અનંતમ ઇકોસિસ્ટમ્સના સ્થાપક ચિંતન ઓઝા વક્તવ્ય આપ્યું હતું.
તેવી જ રીતે ‘હાઉ D2C આર લિવરેજિંગ સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુન્સર માર્કેટિંગ’ વિષય પર અવિમી હર્બલના સહ-સ્થાપક સિદ્ધાંત અગ્રવાલ, બમરના ફાઉન્ડર સુલય લવાસી, ફોર્બ્સ ટોપ 100 ડિજિટલ સ્ટાર અને કન્ટેન્ટ ક્રિયેટર ટ્વિંકલ જૈન અને બેલોરા પેરિસના કો- ફાઉન્ડર આયનારા કૌર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત પેનલ સ્પીકર્સમાં – લક્ષ્મીપતિ ગ્રૂપના સંજય સરાવગી, લુથરા ગ્રૂપ (એન્વાર્યમેન્ટ)ના ગિરીશ લુથરા, એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કેમિકલ્સ)ના અશ્વિન દેસાઇ, ઝોટા ફાર્મા લિમિટેડ (કેમિકલ્સ)ના કેતન ઝોટા, જૈનમ સિક્યોરિટીઝ લિમિટેડ (ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ)ના મિલન પરિખ, સોસ્યો બેવરેજીસ લિમિટેડના (ફૂડ એન્ડ બેવરેજીસ) અબ્બાસ હજૂરીએ પોતાના અનુભવ રજૂ કર્યાં હતાં. આ સેશનનું સંચાલન ગૌરવ વી કે સિંઘવી (WE ફાઉન્ડર સર્સેલ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ) દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ ગગન કપૂર, સંદીપ કૌશિક, બિંદુ ખુરાના, અંકિત મહેતા અને ઉદ્યોગજગતના અન્ય દિગ્ગજો જેવા પ્રખ્યાત વ્યક્તિઓ પાસેથી આર્કિટેક્ચર, ટેક્સટાઈલ્સ, એક્સપોર્ટ્સ, માર્કેટિંગ અને વાસ્તુ અંગેના અદ્ભુત માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ના ઓટો અને ચેન્નાઈથી 7 વખત TeDX સ્પીકર અન્ના દુરાઈ, ગુડગાંવની મેદાંતાના સૌથી પ્રખ્યાત ડૉક્ટર પૈકીના એક ડૉ. નીલમ મોહન, પ્રખ્યાત લેખક અને અગ્રણી વક્તા પ્રો. રમેશ અરોરા અને બિઝનેસ વર્લ્ડ મીડિયા ગ્રૂપના ચેરમેન અને એડિટર – ઇન – ગ્રૂપ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં BNI ગ્રેટર સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંઘવીએ જણાવ્યું કે હતું કે, “સુરત 2030 સુધીમાં ભારતની આર્થિક રાજધાની બની જશે અને સુરત બિઝ ફેસ્ટ આ વિઝનને આગળ લઇ જવા માટેની એક પહેલ હતી. સમગ્ર ભારતમાંથી બિઝનેસ એક્ઝિબિશન અને વિદ્વાન સ્પીકર્સને એક સાથે લાવીને આ ત્રણ દિવસીય ઈવેન્ટનું આયોજન એ કમાણી કરવાની અને શીખવાની સંસ્કૃતિને એક સાથે પ્રોત્સાહન આપવાનો અમારો પ્રયાસ હતો.”જેમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને રોકાણકારોને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. સાથે જ પેનાલિસ્ટ સ્પીકર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.