ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર

Uncategorized

ક્રેડિટ કાર્ડ પર આધારિત કોમેડી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું અદભૂત ટીઝર

ગુજરાત, નવેમ્બર ૨୦૨૨: ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’નું ટીઝર અત્યંત મનોરંજક છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ પૈસા-વસૂલ એન્ટરટેઈનર છે. ફિલ્મનું ટીઝર શરૂ થાય છે વકીલની ઑફિસમાં, જ્યાં ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો ને કરોડ઼ોંની વસિયતની ખુશ ખબરી મળે છે. આ ટીઝર ભૌમિક સંપત, જીનલ બેલાણી અને મુનિ ઝાને મુખ્ય ભૂમિકાઓમાં દર્શાવે છે.

મલ્ટી-સ્ટાર કાસ્ટથી સજ્જ ભગવાન બચાવે ફિલ્મમાં આ ત્રણ કલાકારોની સાથે-સાથે ભાવિની જાની, પ્રેમ ગઢવી, રોનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન અને વિશાલ ઠક્કર જેવા કલાકારોએ અભિનય આપ્યો છે.

વાલ્મિકી પિકચર્સ દ્વારા નિર્મિત, યુએફઓ મૂવીઝ દ્વારા વિતરીત, મુંબઈ મૂવીઝ સ્ટુડીઓ દ્વારા પ્રસ્તુત નવી કૉમેડી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ ફિલ્મનાં નિર્માતા અને દિગ્દર્શક જીનલ બેલાણી અને ભૌમિક સંપત છે. ફિલ્મનાં સહનિર્માતા હિરલ કાવા અને પારસ કાવા છે. સિનેમેટોગ્રાફી તપન વ્યાસ, સંપાદન રાકેશ સોની, સંગીત ભાવેશ શાહ અને ફિલ્મનું લેખન જીનલ બેલાણી દ્વારા કરવામાં આવ્યું છે. ગદર, લંચબૉક્સ, રૂસ્તમ, સૈરાટ અને અન્ય હિટ ફિલ્મોનાં નિર્માતા, નિત્તિન કેણી, આ ફિલ્મનાં પ્રસ્તુતકર્તા છે.

હાસ્યરસથી તરબોળ આ ફિલ્મમાં ડ્રામા, સસ્પેન્સ અને લાગણીઓનો સમન્વય હોય એવું લાગે છે. દર્શકોનું મનોરંજન કરવાની સાથે-સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પણ ફિલ્મમાં વણી લેવામાં આવ્યો છે. લૉન, ક્રેડિટ કાર્ડ અને ઇન્સ્ટોલમેન્ટનાં વમળમાં અટવાયેલાં લોકોની દશા ફિલ્મમાં દર્શાવામાં આવી છે. આ ફિલ્મ 2 ડિસેમ્બર 2022ના રોજ મોટા પડદા પર આવશે.

ટીઝર લિંકઃ https://www.youtube.com/watch?v=F0j3pUy-wv8

Leave a Reply

Your email address will not be published.