હજીરા : સુરત, જૂન 6, 2024: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે અત્યાધુનિક રિવર્સ વેન્ડિંગ મશીનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
રિવર્સ વેન્ડિંગ મશીન દ્વારા વપરાશકર્તાઓ ખાલી પ્લાસ્ટિકની બોટલ અને ઠંડા પીણાના કેનને રિસાયક્લિંગ કરીને, પ્લાસ્ટિકના કચરાથી પર્યાવરણને થતી વિપરીત અસરોને ઓછી કરવામાં મદદ કરી શકશે.
આ પ્રસંગે ડૉ. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરાએ જણાવ્યું હતું કે, “રિવર્સ વેન્ડિંગ મશીન માત્ર પ્લાસ્ટિકના કચરાના મોટા જથ્થાને રિસાયકલ કરવાનું જ કામ નથી કરતું, પરંતુ પ્લાસ્ટિકના કચરાના જોખમ અંગે લોકોમાં જાગૃતિ વધારીને સંવેદનશીલ બનવામાં પણ મદદ કરશે. સુરતને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના ધ્યેયને સમર્થન આપવા માટે અમારા “પ્રોજેક્ટ ગ્રીન” પહેલના ભાગરૂપે મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે મશીનનો ઉપયોગ કરે અને સ્વચ્છ ભવિષ્ય માટે યોગદાન આપે.”
ઉદ્ધાટન સમારોહમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડૉ. જિજ્ઞાસા ઓઝા, ડૉ. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરા, અરવિંદ બોધનકર, ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર, AM/NS India, શંકરા સુબ્રમ્ણ્યમ, હેડ – એન્વારોમેન્ટ, AM/NS India, હજીરા, કિરણસિંહ સિંધા, લીડ – CSR, AM/NS India, હજીરા અને યોગેશ ઠાકુર, સુપરિટેન્ડેન્ટ, ઉધના રેલવે સ્ટેશનના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ AM/NS Indiaએ “પ્રોજેક્ટ ગ્રીન” અંતર્ગત રિવર્સ વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરાવ્યુ છે. આ મશીનમાં 200 મિલીથી 2.5 લિટર સુધીની ખાલી પ્લાસ્ટિકની બોટલ અને એલ્યુમિનિયમ કેન લોકો રિસાયક્લિંગ કરી શકશે. જેના બદલામાં વપરાશકર્તાઓને તેમના ફોનમાં રિવોર્ડ કૂપન મળશે. આ મશીનની ક્ષમતા દૈનિક 1500 થી 2000 પ્લાસ્ટિકની બોટલો ક્રશ કરવાની છે, જે રિસાયક્લિંગ માટે 40-50 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરે છે.
સુરતમાં દરરોજ લગભગ 20 ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે, જેની અસર એકમાત્ર સ્થાનિક ઇકોસિસ્ટમ પર જ નહીં પરંતુ વાયુ પ્રદૂષણ પર પણ થાય છે. AM/NS Indiaનો “પ્રોજેક્ટ ગ્રીન” શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને સ્વચ્છ ભવિષ્યમાં યોગદાન આપવાના ધ્યેયને સમર્થન આપવાના પ્રયાસનો એક ભાગ છે.