ગુજરાત, નવેમ્બર 2022: ગદર, લંચબૉક્સ, રૂસ્તમ, સૈરાટ અને અન્ય હિટ ફિલ્મોનાં નિર્માતા, નિત્તિન કેણી, ‘ભગવાન બચાવે’ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ-જગતમાં પ્રવેશી રહ્યા છે. હાલમાં ‘ભગવાન બચાવે’ ટીમે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે જે મનોરંજનથી ભરપૂર છે. ટ્રેલર જોઈને લાગે છે કે નિત્તિન કેણી દ્વારા પ્રસ્તુત આ લ્મ પણ તેમની અન્ય ફિલ્મોની જેમ પ્રેક્ષકોને ખૂબ જ ગમશે.
ટ્રેલરમાં ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રોને કરોડ઼ોંની વસિયતની ખુશ ખબરી મળે છે અને આ ત્રિપુટીની જીવનશૈલી રાતોરાત બદલાય જાય છે. પણ આ મોજ-મજા તરત જ સજામાં ફેરવાય જાય છે. શું આ ત્રિપુટી મુસીબતોને પાર કરી શકશે કે મુશ્કેલીઓના શિકંજામાં વધુ સપડાશે? આ બધા સવાલોનો જવાબ તો ‘ભગવાન બચાવે’ જોઈને જ મળશે.
મલ્ટી-સ્ટાર કાસ્ટથી સજ્જ ‘ભગવાન બચાવે’ ફિલ્મમાં ભૌમિક સંપત, જીનલ બેલાણી, મુનિ ઝા, ભાવિની જાની, પ્રેમ ગઢવી, રોનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન અને વિશાલ ઠક્કર જેવા કલાકારોએ અભિનય આપ્યો છે.
વાલ્મિકી પિકચર્સ દ્વારા નિર્મિત, યુએફઓ મૂવીઝ દ્વારા વિતરીત, મુંબઈ મૂવી સ્ટુડીઓ દ્વારા પ્રસ્તુત નવી કૉમેડી ગુજરાતી ફિલ્મ ‘ભગવાન બચાવે’ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ ફિલ્મનાં નિર્માતા અને દિગ્દર્શક જીનલ બેલાણી અને ભૌમિક સંપત છે. ફિલ્મનાં સહનિર્માતા હિરલ કાવા અને પારસ કાવા છે. સિનેમેટોગ્રાફી તપન વ્યાસ, સંપાદન રાકેશ સોની, સંગીત ભાવેશ શાહ અને ફિલ્મનું લેખન જીનલ બેલાણી દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મ ‘ભગવાન બચાવે’ કેટલાંક મહત્વની બાબતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળશે. જેમકે, સૈરાત અને ગદર જેવી ફિલ્મોના નિર્માતા નિત્તિન કેણી ‘ભગવાન બચાવે’ ફિલ્મથી ગુજરાતી માર્કેટમાં પ્રવેશ કરી રહ્યાં છે. ‘ભગવાન બચાવે’ ફિલ્મમાં જિનલ બેલાણી અભિનેત્રી, લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે જોવા મળશે. GIFA ‘બેસ્ટ એક્ટર ડેબ્યૂ’ એવોર્ડ વિજેતા હિન્દી ફિલ્મ અભિનેતા ભૌમિક સંપત કે જેઓની કલ્ટ હિટ સાબિત થયેલી ફિલ્મ ‘સાડા અડ્ડા’ અને બે સફળ ગુજરાતી વેબસીરિઝ બાદ ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરી રહ્યાં છે, જેઓ ‘ભગવાન બચાવે’ ફિલ્મમાં એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે જોવા મળશે. ‘ભગવાન બચાવે’ ફિલ્મમાં મુખ્ય ત્રણ કલાકારો ઉપરાંત અન્ય 12 જાણીતા કલાકારો જોવા મળશે. ફિલ્મના ગીતોને બૉલીવૂડના ટોચના સિંગર્સ સોનૂ નિગમ, નકાશ અઝિઝ અને દિવ્યા કુમારે પોતાનો કંઠ આપ્યો છે.
હાસ્યરસથી તરબોળ આ ફિલ્મમાં ડ્રામા, સસ્પેન્સ અને લાગણીઓનો સમન્વય છે. દર્શકોનું મનોરંજન કરવાની સાથે-સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પણ ફિલ્મમાં વણી લેવામાં આવ્યો છે. લૉન, ક્રેડિટ કાર્ડ અને ઇન્સ્ટોલમેન્ટનાં વમળમાં અટવાયેલાં લોકોની દશા ફિલ્મમાં દર્શાવામાં આવી છે. આ ફિલ્મ 2 ડિસેમ્બર 2022 નાં રોજ મોટા પડદાં પર આવશે. ‘ભગવાન બચાવે’ ટ્રેલર –