જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પુરસ્કાર અપાયાં

સુરત, નવેમ્બર, 2022: ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટી ખાતે 18 ઓક્ટોબર, 2022ના રોજ અટલ ઇનોવેશન મીશન (એઆઇએમ)ના મીશન ડાયરેક્ટર ડો. ચિંતન વૈષ્ણવ અને શ્રી રાજીવ ચંદ્રશેખર, એમઓએસ, (ઇલેક્ટ્રોનિક્સ, આઇટી એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ)ની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ટોચના 75 એટીએલ વિદ્યાર્થીઓને અટલ ઇનોવેશન મીશન દ્વારા સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રશંસાપત્રો પણ એનાયત કરાયાં હતાં.

ટોચની 75 ટીમની યાદીમાં સુરતની જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના જીયા ધાનકાણી, હિરલ ગટ્ટાણી, હેતા મોવાલિયા, રિધાન જૈન, સિદ્ધાર્થ બલવાણી, અવિરા ખેની અને ઝોયા માધવાણી દ્વારા ડિઝાઇન કરાયેલા ત્રણ પ્રોજેક્ટ્સ પણ સામેલ હતાં. એટીએલ મેરેથોનમાં દેશભરની વિવિધ શાળાઓના કુલ 5000 પ્રોજેક્ટ્સ સબમીટ કરાયા હતાં, જેમાંથી જી. ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના 32 પ્રોજેક્ટ્સ હતાં.  ડાયરેક્ટર પ્રિન્સિપાલ જયશ્રી ચોરારિયાના માર્ગદર્શન તથા માર્ગદર્શ શિક્ષક મિલન પરમાર (એટીએલ ઇનચાર્જ, જિનલ માસ્ટર અને વિનિતા સિંઘના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક સમાવેશીકરણ, ઉર્જા અને પરિવહન સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર નવીન ઉકેલો રજૂ કર્યાં હતાં.