SRK નોલેજ ફાઉન્ડેશન ધ્વારા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 750 શહીદોના પરિવારમાં સોલારની રોશની

SRK ફાઉન્ડેશન 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 750 શહીદ પરિવારને સોલારથી અજવાળશે

ભારતના 750 શહીદ પરિવારના ઘરને સોલારથી અજવાળશે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન પરિવાર

સુરત: સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગોવિંદભાઈના રામકૃષ્ણ એક્સપોર્ટના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વતંત્ર દિવસની ઉજવણીના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે સુરતના સમાજ શ્રેષ્ઠી એવા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આ આઝાદીના 75 માં વર્ષની ગૌરવશાળી ઉજવણી નિમિત્તે “રાષ્ટ્ર કી રોશની” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રોગ્રામમાં SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા સ્વાતંત્ર દિને યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કમાન્ડન્ટ શ્રી ચેતનકુમાર ચિત્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં SRK નોલેજ ફાઉન્ડેશનના ડિરેક્ટર શ્રી જયંતિભાઈ નારોલા દ્વારા રાષ્ટ્ર કી રોશની પ્રોગ્રામમાં 750 શહિદ જવાનોના પરિવારને સોલાર રૂફ ટોપ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો મૂળ હેતુ દેશના વીર શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થઈ એમનું સશક્તિકરણ કરવાનો હતો. એમણે જણાવ્યું હતું કે આપણા વીર જવાનો આપણા માટે કેટલું બધું કરી છુટ્યાં છે. જેઓ દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે આપણે આપણા દેશના વિકાસ અને વૃદ્ધિમાં હંમેશા યોગદાન આપવા માટે તેમનામાંથી પ્રેરણા લેવી જોઇએ. ભારતના એક જવાબદાર નાગરિક તરીકે SRK પરિવાર હંમેશા એ વિચારતો આવ્યો છે કે, આપણે આપણા વીર જવાનો માટે આપણે શું કરી શકીએ..? કે જેથી તેમને આજીવન લાભ મળતો રહે. સમગ્ર દેશમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે ૭૫૦ વીર શહીદ જવાનોના ઘરે વીજળી પૂરી પાડવા માટે 1500 કીલો મેગાવોટની રૂફટોપ સોલાર સિસ્ટમ ફીટકરીને આપણે પણ તેમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ ઉજવણીમાં સહભાગી બનવાનું જાહેર કરેલ છે. વીર જવાનોના ઘરને દર માસે અંદાજે RS 2,000 સુધીની બચત થશે.

અત્રે ઉલ્લેખીએ છે કે, સમાજ શ્રેષ્ઠી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા છ દાયકા થી સમાજ કલ્યાણના વિવિધ કાર્યો થઈ રહ્યા છે માર્ચ 2022 માં ગોવિંદભાઈના વતન અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં તમામ ઘરો પર સોલર પેનલ સ્થાપિત કરીને દૂધાળા ગામને ગ્રીન વિલેજ બનાવવામાં આવ્યું છે. તથા સમગ્ર ગામને WiFi ફ્રી કરેલ છે ગોવિંદભાઈના નેતૃત્વમાં ચાલી રહેલ ત્રણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ લોકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને તબીબી જરૂરિયાતો તથા અન્ય મુશ્કેલીના સમયે આર્થિક સહાય પણ આપવામાં આવેલ છે.

છેલ્લા 28 વર્ષથી તેઓ દ્વારા દર વર્ષે ડાંગના અંતરિયાળ ગામમાં 150 થી વધારે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ ટીમના સહયોગથી વનવાસી મેડિકલ કેમ્પનું આયોજન પણ સફળતાપૂર્વક થતું રહ્યું છે.