સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

સુરત, એપ્રિલ 1: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની બે શાખાઓની સુરતના વેસુ અને પાલ અડાજણ વિસ્તારમાં શરૂઆત થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ આ બંને ક્લિનિકની શુભ શરુઆત કરવામાં આવી હતી.

એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિ

શહેરના નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયલિસ્ટ ડૉ.સમીર ગામીએ જણાવ્યું હતું કે આજે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે. વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ 2004માં સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે સુરતમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે. દેશભરમાં 100 થી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરતના વેસુ અને અડાજણ પાલ ખાતે શરૂઆત કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે જ એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ના ફાઉન્ડર સરન વેલજી અને ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી એ બંને ક્લિનિકોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં ડૉ. સમીર ગામીએ જણાવ્યું હતું કે સુરત ખાતેથી આ શરૂઆત થઈ છે અને કંપનીની યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ મોટા શહેરો થી માંડીને તાલુકા કક્ષાએ પણ ક્લિનિક સેન્ટર શરૂ કરવાની છે. એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિક ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે જણાવ્યું હતું કે અહીં સ્કિનની ટોન, પિગમેન્ટેશન, સહિત સ્કિન સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવાર થશે, સાથે હેર લોસનું પ્રમાણ આજે વધી રહ્યું છે ત્યારે અહીં હેર લોસ અટકાવવા માટેની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર પણ ઉપલબ્ધ હશે.