વોગ આઇવેરએ ભારતમાં બ્રાન્ડના ચહેરા તરીકે તાપસી પન્નુની જાહેરાત કરી

ચિક, ફન અને રિયલ તાપસી મહિલાઓને #LetsVogue માટે આમંત્રિત કરે છે

સુરત: આ વર્ષે વોગ આઇવેર પ્રેરણાદાયી મહિલાઓના તેના વૈશ્વિક પોર્ટફોલિયોમાં સામેલ કરવા ભારતમાં એક નવા ચહેરા તાપસી પન્નુનું સ્વાગત કરે છે. નવું વોગ આઇવેર કેમ્પેઇન તાપસી પન્નુની ઉદાર ભાવનાને બ્રાન્ડના સંદેશા ‘લેટ્સવોગ’ સાથે સહજતાથી જોડે છે, જે મહિલાઓના આત્મવિશ્વાસ અને જીવનમાં વિશિષ્ટ દ્રષ્ટિ હોવા અંગે છે.

આ કેમ્પેઇન તાપસીને નવીનતમ આઇવેર કલેક્શન ધારણ કરતાં દર્શાવે છે, જે ફ્રેશ, પ્લેફુલ, ચિક અને એવન્ટ-ગાર્ડે સ્ટાઇલ પ્રસ્તુત કરે છે અને તાપસીને સંબંધિત સ્થિતિઓ, ભાવનાઓ અને વાર્તાલાપની શ્રેણીમાં પ્રદર્શિત કરવામાં આવી છે, જે એક સમકાલીન મહિલા પોતાની સાથે ધરાવે છે. એક અગ્રેસર વ્યક્તિ તરીકે તાપસી સરળતાથી આ રિયલ પરિસ્થિતિઓમાં પોતાની ફેશન એક્સપ્રેસ કરે છે, જેથી મહિલાઓને તેમના જીવનમાં સ્ટાઇલ અપનાવવા માટે પ્રેરિત કરી શકાય. એવોર્ડ-વિજેતા પ્રતિભા તાપસીએ ખૂબજ સ્પર્ધાત્મક ભારતીય સિનેમા ઉદ્યોગમાં વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે અને હંમેશા પરિસ્થિતિઓ સાથે પ્રસ્તુત રહ્યાં છે. તેઓ વર્ષ 2021માં ઘણી ફિલ્મો સાથે એક સફળ અને લોકપ્રિય મહિલા અભિનેત્રી તરીકે ઉભરી આવી છે.

વોગ આઇવેરના બ્રાન્ડ બિઝનેસ હેડ ગુંજલ સિંઘલે જણાવ્યું હતું કે, વોગ આઇવેર વુમનના મુક્ત જુસ્સાને તાપસી તેમની સુંદરતા અને ખાસિયત સાથે ખરા અર્થમાં પ્રદર્શિત કરે છે. તેઓ બ્રાન્ડના દરેક પ્રતિકનું ખરા અર્થમાં પ્રતિનિધિત્વ કરતી મહિલા છે, જેના કારણે તેઓ અમારા સંદેશોને રજૂ કરવામાં આદર્શ ભારતીય ઇન્ફ્યુઅન્સ ફેસ છે. અમે તેમને ઓનબોર્ડ કરતાં ઉત્સાહિત છીએ અને આશાસ્પદ જોડાણ માટે સજ્જ છીએ.

આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં તાપસી પન્નુએ જણાવ્યું હતું કે, હું વોગ આઇવેર સાથે ભાગીદારી કરતાં અને #LetsVogue કેમ્પેઇન માટે ભારતનો ચહેરો બનવા અંગે ખુશ છું. મારી વ્યક્તિગત સ્ટાઇલની પસંદગીઓ સંપૂર્ણપણે બ્રાન્ડના પ્લેફુલ, ચિક અને ફેશનેબલ ખ્યાલ સાથે સુસંગત છે અને મારું માનવું છે કે અમારા વચ્ચે સહજ જોડાણ છે. વોગ આઇવેર યુવા અને જિંદાદિલ મહિલાઓની વાત કરે છે કે જેઓ હંમેશા વાસ્તવિક રહીને પોતાની જાત ઉપર વિશ્વાસ કરે છે. જેઓ મને સારી રીતે જાણે છે તેમને ખબર છે કે જ્યારે ફેશનની વાત આવે ત્યારે હું હંમેશા એવી સ્ટાઇલ પસંદ કરું છું, જે ઓરિજનલ અને સુસંગત હોય. તેનાથી સ્વભાવિકપણે હું વોગ આઇવેર વુમન બનું છું.

ઇટલીના ફ્લોરન્સમાં વર્ષ 1973માં સ્થપાયેલી વોગ આઇવેર એક ફેશન બ્રાન્ડ છે, જે વિવિધ ઓફરિંગ સાથે તમારા લૂકને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. વિશ્વભરના નવીન ફેશન ટ્રેન્ડ્સ તમારા સુધી લાવીને તે તમને અપ ટુ ડેર રાખે છે તથા વોગ આઇવેર એક પ્રેરણાદાયી, વાસ્તવિક અને સર્વાંગી બ્રાન્ડ છે.

So, #LetsVogue @vogueeyewear