કચ્છ ભચાઉ ના વાઢિંયા ગામમાં આજે ૨૨/૦૪/૨૦૨૨ ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ નું પ્રારંભ કરવામાં આવ્યો છે . આજે ચૈત્ર વદ (છઠ) થી શુભારંભ કરવામાં આવેલ છે. કથાના પાવન પ્રસંગોની વાત કરીયે તો આજે સવારે ૯ વાગે પોથીયાત્રા પટેલ ના રામ મંદીરથી નીકળી હતી અને કથા સ્થળ માજી ઉપસંરપચ રાજેશભાઈ માદેવા દેવડાના ધરે કથા સ્થળે સાસ્ત્રોતક પૂજા પાઠ કરવામાં આવી હતી. આ કથા ના વ્યાસપીઠે વક્તા વિધવાન શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા ના બિરાજીને રસભર રસમય અને આગવી શૈલી સાથે કથા નું રસપાન કરાવી રહ્યા છે
ભાગવત કથા સવારે ૯ થી ૧૨ વાગ્યા અને બપોર ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે. આ ભાગવત કથા ભાગવત કથાની શુભ સરુવાત દીપપ્રાગટ્ય થી કરવામાં આવી હતી . દીપપ્રાગટ્ય નનકી બાળાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સમસ્ત દેવડા પરીવાર માં ઉત્સાહ જોવા મળ્યો હતો
આયોજન કર્તો : શ્રી અંબાલાલભાઇ સવજીભાઇ દેવડા ।। શ્રી ગાંગજીભાઇ ભચુભાઇ દેવડા ( શ્રી દેવજીભાઇ ભચુભાઇ દેવડા શ્રી મુરજીભાઈ માદેવાભાઈ દેવડા શ્રી કૌશિક કાનજી દેવડા. હાજર રહ્યા હતા
કથામાં પધારેલા સાધુ સંતોનું સન્માન કરાયો હતો આ કથાનું સ્થળ દેવડા પરીવાર ફુલવાળી વાસ વાઢિંયા. આ કથા ૭ દિવસ સુધી ચાલનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં દેવડા પરીવાર અને વાંઢિયા ગામનાં લોકો કથા નું મોટી સંખ્યામાં લાભ લીધો હતો.