બીએનઆઇ દ્વારા આયોજિત બિઝ ફેસ્ટનો દબદબાભેર આરંભ

સરસાણા કનવેંશન હૉલ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

બીએનઆઈના 1800 સભ્યો એક સાથે આવ્યા

સુરત: ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકોના ગ્રુપ બીએનઆઈ સુરત ચેપ્ટર દ્વારા સુરતના આંગણે બિઝનેસ કોંકલેવ બીઝ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સરસાણા ખાતે આવેલા કંવેંશન સેન્ટર ખાતે આયોજીત બિઝ ફેસ્ટ આજરોજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે હર્ષભાઈ સંઘવીએ બીએનઆઇના વખાણ કરવા સાથે જ તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

બીએનઆઇ ના રીજનલ હેડ સી એ ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે બીએનઆઇ ની સ્થાપના એક બીજા ના સહયોગ થી વ્યાપાર આગળ વધારી શકાય તે માટે કરાઈ છે. આજે 1800 જેટલા સભ્યો બીએનઆઈ સાથે જોડાઈ ચૂક્યા છે. ત્યારે તમામ સભ્યો સાથે જ અન્ય ઉદ્યોગ સાહસિકોને પણ પ્લેટફોર્મ મળી રહે તે માટે બીએનઆઇ દ્વારા દર વર્ષે બિઝનેસ કોંક્લેવ નું આયોજન કરવામાં આવે છે. આ પાંચમું આયોજન છે. જેમાં એક્સીબીશન સાથે જ સફળ વ્યક્તિઓનું માર્ગદર્શન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ ચાલનારા ફેસ્ટ માં મોટીવેશનલ સ્પીકર અને મુંબઈના ડબ્બાવાલા પર પીએચડી કરનાર ડૉ.પવન અગ્રવાલ સાથે મનોજ લેખી, સંજય મહેતા, બ્રગેડીયર બી.એસ.મહેતા, સાગર અમલાની અને જીતુ સવલાની જેવા પ્રખર વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત

આ આયોજન નો મુખ્ય ઉદ્દેશ બીએનઆઇ ના વિવિધ ચેપ્ટર સાથે જોડાયેલા સભ્યો એક બીજાના સંપર્ક માં આવે અને પોતાના બિઝનેસ નો વિસ્તાર કરી શકે તે છે.