યુવા ઉદ્યોગ સાહસિક સ્વપ્નિલ જૈન એ બાળાશ્રમના બાળકો સાથે કરી દિવાળીની ઉજવણી

રતન ટાટા થી પ્રેરિત થઈ આ વખતે જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશીના ક્ષણ લાવવાનો કર્યો પ્રયાસ

સુરત. શહેરના યુવા ઉદ્યોગસાહસિક અને અટારા કંપનીના સ્થાપક સ્વપ્નિલ જૈન અને તેમની ટીમે સ્વર્ગીય ઉદ્યોગપતિ અને ભારત રત્ન રતન ટાટાથી પ્રેરિત થઈ આ દિવાળીએ યુવાનો અને સમાજને નવો માર્ગ બતાવ્યો છે. દિવાળી પર તેમના અન્ય ખર્ચ બચાવી બાળાશ્રમના બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો લાવવાનો પ્રયાસ કર્યો. સ્વપ્નિલ અને તેની ટીમ વેસુમાં બાળાશ્રમ પહોંચી અને ત્યાં બાળકો સાથે સમય વિતાવ્યો અને દિવાળીની ઉજવણી કરી.

સ્વપ્નીલે જણાવ્યું કે રતન ટાટાથી પ્રેરિત થઈને અને તેમને શ્રદ્ધાંજલિ આપવાના ઉદ્દેશ્યથી તેણે આ પહેલ શરૂ કરી છે. આ વખતે દિવાળી સમાજને કઈક આપીને ઉજવવાના નિર્ણય સાથે અન્ય ખર્ચ બચાવીને બાળાશ્રમના બાળકો પાછળ ખર્ચવાનું નક્કી કર્યુ હતું. શનિવારે તેઓ અને તેમની આખી ટીમ વેસુ સ્થિત બાળાશ્રમ પહોંચી હતી. અહીં બાળકોને ભોજન કરાવવામાં આવ્યું, નવા કપડાં ભેટમાં આપ્યા અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી. આ ઉપરાંત બાળકો કંઈક નવું શીખી શકે તે માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળાશ્રમને રોશની થી સજાવવામાં આવ્યો હતો.